Sun,05 May 2024,3:48 pm
Print
header

ગુજરાત ભારતનું સૌથી મોટું મેડિકલ હબ બન્યુ, ખોડલધામના કાર્યક્રમમાં પીએમ મોદીએ કર્યું સંબોધન- Gujarat Post

રાજકોટઃ ખોડલધામ કાગવડ દ્વારા અમરેલીમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ  કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું, 14 વર્ષ પહેલા લેઉવા પાટીદાર સમાજે આ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. મને વિશ્વાસ છે કે અમરેલીમાં બનવા જઈ રહેલી હોસ્પિટલ સેવાનું મોટું માધ્યમ બનશે. સરકારનો પ્રયાસ છે કે કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં ન મુકાય. સરકાર દ્વારા ગામડાઓમાં દોઢ લાખ જેટલા આરોગ્યના મંદિરો બનાવ્યાં છે. ગુજરાત ભારતનું સૌથી મોટું મેડિકલ હબ બન્યું છે. હવે તો રાજકોટમાં એઈમ્સ પણ છે અને નવી મેડિકલ કોલેજ ગુજરાતમાં ખુલી છે.

આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં ગુજરાતે સ્વસ્થ સુવિધાઓ આપી છે. લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપો. ફરવા જવું હોય તો આપણા દેશમાં ફરવા માટે જાવ, માલદીવના નામ લીધા વિના પ્રધાનમંત્રીએ કહ્યું તમારા દીકરાઓ દીકરીને ડ્રગ્સથી દૂર રાખો. સસ્તી દવાઓને કારણે દર્દીઓન 30 હજાર કરોડ રૂપિયા બચ્યાં છે. સરકારે કેન્સરની દવાના ભાવ ઘટાડવા માટે પ્રયાસ કર્યાં છે. હું જ્યારે તમારી વચ્ચે આવું છું ત્યારે કોઇ આગ્રહ રાખું છું.

મારા 9 આગ્રહો પાણી બચાવો, ગામ ગામ જઈને ડીઝીટલ પેમેન્ટ માટે સમજાવો, ગામોને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો, લોકલ ફોર વોકલ, જેટલું થાય તેમાં પહેલા આપણા દેશને જુઓ...પર્યટનમાં દેશમાં જ ફરો, પ્રાકૃતિક ખેતી, યોગ કરો અને તેને જીવનમાં ઉતારો, યુવાનોને ડ્રગ્સના નશાથી દૂર રાખો.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch