Fri,26 April 2024,4:40 pm
Print
header

હવે આ વસ્તુની પણ ચોરી... સરકારી હોસ્પિટલમાંથી કોરોના રસીના 320 ડોઝ ચોરાઈ ગયા

જયપુર: દેશમાં કોરોના વાયરસથી બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને રસી મહત્વના છે. એવામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના રાજસ્થાનના જયપુરમાં બની છે. કોરોનાની રસી આપવાના ચાલી રહેલા અભિયાનની વચ્ચે રાજસ્થાનની રાજધાની જયપુરથી ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં સરકારી હોસ્પિટલમાંથી કોરોનાની રસીના 320 ડોઝ ચોરાઈ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે આ મામલામાં પોલીસ ફરિયાદ તો નોંધાવી છે પણ વેક્સીન કોણ ચોરી ગયું તેની જાણકારી કોઈને નથી.હવે સરકાર એ વાતની તપાસ કરી રહી છે કે ગેરકાયદેસર રીતે વેક્સીન લગાવવા માટેનુ રેકેટ તો નથી ચાલી રહ્યું.

સરકારી હોસ્પિટલમાં સ્ટોરમાં મુકવામાં આવેલી કો-વેક્સીન કોરોના રસીનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા.કારણ કે આ સ્ટોકમાંથી રસીના 320 ડોઝ ગાયબ હતા.આ ચોરીમાં હોસ્પિટલના જ કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch