Tue,14 May 2024,10:37 pm
Print
header

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા

મોડી રાતથી વહેલી સવાર સુધીમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

જુનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, ઉના ,ગોંડલ, જેતપુર સહિતના વિસ્તારોમાં માવઠું

વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થતાં ચણા, જીરું અને કપાસ સહિતના પાકોને નુકસાનની ભીતિ

ગીર સોમનાથઃ રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે.મોડી રાતથી વહેલી સવાર સુધીમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાંને કારણે સમગ્ર પંથકમાં હવામાનમાં ઠંકડ પ્રસરી ગઇ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

ગીર સોમનાથના અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ ,કચ્છ, ગીર સોમનાથ, ઉના ,ગોંડલ, જેતપુર સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. વેરાવળ, સૂત્રાપાડા, કોડીનારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આ કમોસમી વરસાદને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થતાં ચણા, જીરું અને કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ છે.

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આમાંથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch