Sat,27 April 2024,3:53 am
Print
header

સુરતમાં સાયબર વિભાગની ટીમના દરોડા, 1.41 કરોડની રોકડ મળી- Gujarat Post

સુરતઃ શહેરમાં સાયબર વિભાગે બાતમીને આધારે ઉન પાટીયાના દરબાર નગરમાં રહેતા વસીન હુસૈનને ત્યાં દરોડા પાડ્યાં હતા. જ્યાંથી પોલીસને તાજેતરમાં પરત ખેંચવામાં આવેલી રૂપિયા 2000ના દરથી 500 નોટ સહિત કુલ 1.41 કરોડની રકમ મળી હતી. આટલી મોટી રકમ મળતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે રોકડ કબ્જે લઈને આઈટીને જાણ કરી છે.

સુરત સાયબર ક્રાઈમ સેલને બાતમી મળી હતી કે ઉન પાટીયા સ્થિત સુમીત રેસ્ટોરન્ટની ગલીમાં મદની મસ્જિદ નજીક દરબારનગરમાં રહેતો વસીમ હુસૈન સાયબર ફ્રોડ કરે છે. જેને પગલે તેના ઘરે સાયબર ક્રાઈમની ટીમે દરોડા પાડી સર્ચ કર્યુ હતું. જેમાં રૂપિયા 2000ના દરની 500, રૂપિયા 500ના દરની 23,100, રૂપિયા 200ના દરની 600 તથા રૂપિયા 100ના દરની 3500 નોટો મળીને કુલ 1.41 કરોડની રોકડ મળી હતી. જેને લઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પોલીસે ઘરમાં હાજર તેની ભાભી અને માતાની પૂછપરછ કરતાં જમીન દલાલીનું કામ કરતો વસીમ તેની પત્ની સાથે ભરૂચ ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેનો મોબઈલ ફોન પર સંપર્ક કરતાં ફોન બંધ હતો. હાલ પોલીસે વધુ વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch