Sat,04 May 2024,10:53 am
Print
header

રૂપાલાનો વિરોધઃ રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અમદાવાદમાં અટકાયત, રાજકોટમાં નીકળી મહારેલી-Gujarat Post

મહિપાલસિંહ મકરાણાની પોલીસ સાથે 30 મીનિટથી પણ વધુ સમય શાબ્દિક ચકમક થઇ

રાજપૂત સંકલન સમિતિએ ‘મિશન રૂપાલા'ના નામથી મોટા આંદોલનની જાહેરાત કરી

અમદાવાદઃ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્ય સરકારની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જે નિષ્ફળ ગઈ હતી. રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા આજે ગુજરાતમાં ક્ષત્રિય સમાજને સમર્થન આપવા આવ્યાં હતા, જે દરમિયાન તેમની બોપલમાથી અમદાવાદ પોલીસે અટકાયત કરી લીધી હતી. આ પહેલા મહિપાલસિંહ મકરાણા અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઇ હતી.

બોપલમાં રાજપૂત મહિલાઓએ ચીમકી આપી છે કે તેઓ હવે જૌહર માટે તૈયાર છે, જો રૂપાલાને હટાવવામાં નહીં આવે તો મહિલાઓ પોતાનો જીવ આપી દેશે, જેને લઇને ભાજપની પણ ચિંતા વધી રહી છે.

રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરીને આ રેલીમાં જોડાયા હતા. રેલી બહુમાળી ચોકથી લઈને કલેક્ટર ઓફિસ સુધી યોજાઈ હતી. આ રેલીમાં કોંગ્રેસ નેતા ગાયત્રી બા સહિતના આગેવાનો પણ જોડાયા હતા. રેલીમાં રૂપાલાની ટિકિટ રદ્દ કરોના નારા લાગ્યાં હતા. આ રેલીને લઈને બહુમાળી ચોક સહિત રાજકોટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch