Mon,06 May 2024,11:29 am
Print
header

સુરતમાં પુત્રીને પીઠ પાછળ ટીંગાડીને મોપેડ ચલાવવું પિતાને પડ્યું ભારે, વાયરલ વીડિયો બાદ પોલીસે કરી કાર્યવાહી- Gujarat Post

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

સુરતઃ સોશિયલ મીડિયામાં સ્ટાર બનવા લોકો અવનવા વીડિયો બનાવીને વાયરલ કરતા હોય છે.તાજેતરમાં સુરતમાં એક પિતાએ તેની બાળકીને પીઠના ભાગે ટીંગાડી મોપેડ ચલાવ્યું હતું.વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને મોપેડ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં બાળકીની જીદ્દ સંતોષવા પીઠના ભાગે બાળકીને ટીંગાડીને મોપેડ હંકાર્યાંની કબૂલાત કરી હતી.

ગત સપ્તાહે સુરતના તાપી નદી પરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર એક મોપેડ ચાલક ચાર વર્ષની બાળાને પીઠના ભાગે ટીંગાડીને જતો હોય તેવો વીડિયો વાયરલ થતા રાંદેર પોલીસ એકશનમાં આવી હતી.રાંદેર પોલીસે વીડિયોમાં દેખાતી જીજે- 5 એચડબલ્યુ- 7131 નંબર પ્લેટ આધારે તપાસ હાથ ધરી હતી.જે અંતર્ગત પોલીસે મોબાઇલ રીપેરીંગનું કામ કરતા મોપેડ ચાલક અનીસ સુલેમાન પટેલ (ઉ.વ. 36 )ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે ગત 17 ઓગસ્ટે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પોતાની ચાર વર્ષની બાળકીને લઇને આવ્યો હતો, ત્યારે બાળકીએ જીદ કરતા તેને પીઠના ભાગે ટીંગાડીને મોપેડ ડ્રાઇવ કર્યું હતું.

જેથી પોલીસે તેની વિરૂધ્ધ બાળકીનો જીવ જોખમાય તે રીતે પીઠના ભાગે ટીંગાડીને મોપેડ ચલાવવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ રીતે મોપેડ ચલાવવું જોખમી અને ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે તેમ જાણતા હોવા છતાં સંતાનોની જીદ આગળ ઝુકીને વાલીઓ મુસીબત વ્હોરતા હોય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch