Fri,26 April 2024,12:07 pm
Print
header

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, આ રીતે જાણો શું છે તમારા શહેરનો ભાવ

નવી દિલ્હીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંક્યો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 25-25 પૈસાનો વધારો થતા અમદાવાદમાં પેટ્રોલ 82 રૂપિયા 63 પૈસાની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો છે. ડીઝલનો ભાવ પ્રતિ લીટર 80 રૂપિયા 48 પૈસાથી વધીને 81 રૂપિયા 26 પૈસા થઈને અત્યાર સુધીની ટોચે પહોંચ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

આ રીતે જાણો ભાવ

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના ભાવ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

સરકારે ભાવ વધારા માટે શું કારણ આપ્યું

દેશમાં ઈંધણના વધતા ભાવ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન ઓઈલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન ઘટાડતાં ભાવ વધ્યો છે. માંગ અને પુરવઠામાં અસંતુલનના કારણે આમ થયું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch