Fri,26 April 2024,4:03 pm
Print
header

કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે તંત્ર એક્શન મોડમાં, અમદાવાદમાં એક જ દિવસમા 376 પાનના ગલ્લા સીલ

ચા પાનના ગલ્લા પર સૌથી વધારે સંક્રમણ થતુ હોવાથી શહેરના તમામ વિસ્તારમાં  કાર્યવાહી

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદઃ અનલોક-2 માં પાનના ગલ્લા ખુલ્લા રાખવા માટે શરતી છુટ આપવામા આવી હતી. જેમાં પાન મસાલાના પાર્સલ આપવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ આ છુટછુાટનો લોકો અને પાનની દુકાનોના વેપારીઓ દ્વારા ગેર ઉપયોગ થતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. એએમસીએ પાનના ગલ્લાઓ સામે લાલ આંખ કરીને છે, અમદાવાદ શહેરના તમામ ઝોનમાં 151 જેટલી ટીમની મદદથી સોમવારે કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં 376 જેટલા પાનના ગલ્લા અને ચાની લારીઓ સીલ કરી દીધી છે. જેમાં સૌથી વધારે 71 પાનના ગલ્લા પશ્ચિમ ઝોનમાં સીલ કર્યા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 65 , દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 31, મધ્યઝોન 51, ઉત્તર ઝોનમાં 64,  દક્ષિણ ઝોનમાં 67 પાનના ગલ્લા અને ચાની લારીઓ સીલ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ડ્રાઇવથી શહેરના તમામ પાનના ગલ્લા સાંજે બંધ થઇ ગયા હતા.અને  પાનના ગલ્લાઓ પરથી એક લાખ ઉપરાંતનો દંડ પણ વસુલવામા આવ્યો હતો. જ્યારે માસ્ક નહીં પહેરવાના મામલે 856 જેટલા કેસ કરીને બે લાખ 56 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે પાનના ગલ્લે કોઇ થૂંકતુ ઝડપાશે તો તે દુકાનના  માલિકને રુપિયા 10 હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જાહેરમાં થૂંકવા અને માસ્ક નહીં પહેરવા બદલ રુ.200ના દંડની રકમ વધારીને રુપિયા 500 કરી દેવામાં આવી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch