Fri,26 April 2024,6:57 am
Print
header

શું મોદીએ બરાબરનો ઠપકો આપ્યો ? કાર્યકરો પર ધાક જમાવતા ફરતા પાટીલનો જ ક્લાસ લેવાઇ ગયાની ચર્ચા- Gujarat Post

મોદીએ પાટીલ સાથે બંધબારણે બેઠક કરી 

ચૂંટણી પહેલા એન્ટીઈન્કમબન્સીનો માહોલ ઉભો થતાં ભાજપની ઉંઘ ઉડી ગઇ 

આપની વધતી સક્રિયતાથી ભાજપને ફટકો પડી શકે છે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપની એન્ટ્રીથી મોદીના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ સંપન્ન કરીને દિલ્હી પરત ગયા છે. પરંતુ હજુ તેઓ ગુજરાતને લઇને ચિંતિત છે. બીજી તરફ આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. રાજ્યમાં જે રીતે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે તેને જોતા મોદી અકળાયા હોવાનું ભાજપ કાર્યકરો જ કહી રહ્યાં છે. તેમને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને રાજભવનમાં તતડાવી નાખ્યાં હોવાની ચર્ચાઓ થઇ રહી છે. જે પાટીલ કાર્યકર્તાઓ પર રૌફ જમાવી રહ્યાં છે તેમનો જ હવે ક્લાસ લેવાઇ ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રાજ્યમાં આપનો પ્રભાવ વધી રહ્યો છે તેને જોતા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે.

બે દિવસ દરમિયાન પાટીલ મોદી સાથે મોટા ભાગના કાર્યક્રમોમાં હાજર હતા, અને તેઓ ચિંતિત પણ દેખાતા હતા. મોદીએ બે જ દિવસમાં સુરતથી લઈને અંબાજી સુધી ચૂંટણીનો માહોલ ઉભો કરી નાખ્યો છે, પરંતુ પાટીલ જેવા નેતાઓ તેેને સાચવી શકશે કે નહીં તે મોટો સવાલ છે.

આમ આદમી પાર્ટીની સક્રિયતા અને વાયદાઓને કારણે એન્ટીઈન્કમબન્સીનો માહોલ ઉભો થયો છે. જેની સામે ભાજપ હજુ સુધી કોઇ યોગ્ય રણનીતિ અપનાવી શક્યું નથી. બીજી તરફ રાજ્યમાં આંદોલનોની પણ મોસમ ખીલી છે, જેમાં પણ સરકાર પર દબાણ વધી રહ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch