Fri,26 April 2024,8:51 am
Print
header

PM મોદીએ થલતેજથી વસ્ત્રાલના મેટ્રો ફેઝ-1ના રુટનું કર્યું લોકાર્પણ- Gujaratpost

અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીએ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું છે. આ પહેલા તેમને ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યાં હતા. તેમણે અહીં મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. મોદીએ એઈસી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધીને કહ્યું કે અરે, મારા અમદાવાદીઓ... મારે આજે અમદાવાદને સો સો સલામ કરવી છે..

હાલમાં મેટ્રો ટ્રેન ત્રણ કોચ વાળી છે. તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. ટ્રેનના રોલિંગ સ્ટોકની વાત કરીએ તો, 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ હશે. પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયસ, રાજીવનગર, જીવરાજ અને APMC સ્ટેશનનો સમાવેશ થાય છે. મેટ્રોના 32 કિમીના રૂટ પર મેટ્રોનો રૂટ શરૂ થયો છે. એક જ વર્ષમાં 32 કિમીની યાત્રાનું દેશમાં લોકાર્પણ થયું છે.

મોદીએ જનસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, મેટ્રોમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને હું એક રિકવેસ્ટ કરું છું કે, આ મેટ્રો સ્ટેશન કેવી રીતે આકાર પામ્યું. ખોદકામ કેવી રીતે કર્યું, ટનલ કેવી રીતે બની આ તમામ બાબતો જાણે. શિક્ષણ વિભાગને પણ વિનંતી કરું છું કે, વિદ્યાર્થીઓને માત્ર ટ્રેનમાં જ મુસાફરી ન કરાવતા આ મેટ્રો આકાર કેવી રીતે પામી તેની જાણકારી પણ મેળવે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch