Thu,09 May 2024,2:11 pm
Print
header

Fact Check: તમે મતદાન નહીં કરો તો ચૂંટણી પંચ તમારા બેંક ખાતામાંથી રૂ.350 કાપી લેશે, આ દાવો સંપૂર્ણ ખોટો છે-Gujarat Post

Gujarat Post Fact Check News: ભારતમાં લોકસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. દેશમાં કુલ સાત તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, જયારે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. ચૂંટણી પરિણામો 4 જૂને જાહેર થશે. પ્રથમ તબક્કાના મતદાનની તારીખ નજીક આવવાની સાથે જ ફેક ન્યૂઝનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

હાલ સોશિયલ મીડિયા પર એક ફેક ન્યૂઝનો સ્કીનશોટ વાયરલ થયો છે. એક અખબારના કટિંગ સાથે સ્ક્રીન શોટમાં લખવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણીમાં જો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ નહીં કરે તો ચૂંટણી પંચ દ્વારા તેમના બેંક ખાતામાંથી રૂપિયા 350 કાપી લેવાશે.

આ પછી પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો નકલી છે. ચૂંટણી પંચ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આવી ભ્રામક ખબરો શેર ન કરો. જો તમને પણ આવો કોઈ દાવો મળ્યો હોય તો તમારે પણ શેર ન કરવો જોઈએ. અમે પણ આ મામલે તપાસ કરી તો આ દાવો સંપૂર્ણ રીતે ખોટો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch