Fri,26 April 2024,4:20 pm
Print
header

હવેથી વોટ્સએપ પર પણ કોરોનાની રસી લેવા સ્લોટ બુક થશે, આરોગ્ય પ્રધાનનું ટ્વિટ

નવી દિલ્હીઃ હવે નાગરિકો વોટ્સએપ પર કોરોનાની રસીનો સ્લોટ બુક કરાવી શકશે, વિલ કેથકાર્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વોટ્સએપ, એ ટ્વિટર પર જણાવ્યું કે આજે અમે આરોગ્ય મંત્રાલય અને MyGovIndia સાથે ભાગીદારી કરી રહ્યાં છીએ, જેથી લોકોને વોટ્સએપ દ્વારા તેમની રસીની એપોઈમેન્ટ મળી શકે. હવે લોકો સરળતાથી પોતાના વોટ્સએપ નંબર પરથી રસી લેવા માટે સ્લોટ બુક કરી શકે છે.

કોવિડ રસીકરણ માટે સ્લોટ બુક કરવાની પ્રક્રિયા વોટ્સએપ દ્વારા પણ કરી શકાશે. આરોગ્ય મંત્રાલય અને MyGov એ જાહેરાત કરી છે કે WhatsApp પર MyGov કોરોના હેલ્પડેસ્ક હવે વપરાશકર્તાઓને તેમના નજીકના રસીકરણ કેન્દ્ર શોધી શકે છે અને  રસીની એપોઈમેન્ટ બુક કરી શકે છે. વિલ કેથકાર્ટ. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વોટ્સએપ એ ટ્વિટર પર આ માહિતી આપી  છે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્વિટ કરતા કહ્યું કે દેશના નાગરિકોની નવી સગવડના એક નવા યુગની શરુઆત છે. હવે તમારા ફોન પર મિનિટોમાં #COVID19 રસી સ્લોટ સરળતાથી બુક કરી શકો છો.

લેટિન નાના અક્ષરો માટે WhatsApp પર MyGovIndia કોરોના હેલ્પડેસ્કને 'બુક સ્લોટ' મોકલો

નંબરો માટે ઇનપુટ પર OTP ચકાસો

મોબાઇલ ફોનમાં જે માહિતી  આવે તે અનુસરો. હવેથી સરળતાથી વોટ્સએપ પર પણ કોરોના રસીના સ્લોટ બુક કરી શકાશે.

“MyGov કોરોના હેલ્પડેસ્ક હવે રસી બુકિંગની પ્રક્રિયામાં પણ મદદ કરી રહ્યું છે રસીકરણ કેન્દ્રો અને સ્લોટ શોધવા અને રસીકરણ પ્રમાણપત્રો ડાઉનલોડ કરવા પણ મદદ કરે છે." 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch