Thu,02 May 2024,6:19 am
Print
header

તાનાશાહ કિમ-જોંગ-ઉનના શાસનમાં કિશોરો પર અત્યાચાર, નોર્થ કોરિયામાં પોપ મ્યુઝિક સાંભળવા બદલ 2 વિદ્યાર્થીઓને મળી આ ભયાનક સજા

નોર્થ કોરિયાઃ તાનાશાહ કિમ-જોંગ-ઉનના શાસનમાં હવે છોકરાઓ પર અત્યાચાર થઇ રહ્યાં છે, અત્યાર સુધી કિમ જોંગ મોટી ઉંમરના લોકોને ભયાનક સજા આપતો હતો અને હવે તેને કિશોરોને સજા આપી છે. સાઉથ કોરિયાની ફિલ્મો જોવા બદલ અને પોપ મ્યુઝિક સાંભળવા બદલ 16 વર્ષના બે કિશોરોને સજા આપવામાં આવી છે.

12 વર્ષ સખત મજૂરી કરવાની સજા અપાઇ   

કિમ જોંગનો ભયાનક ચહેરો આવ્યો સામે

2020ની કાયદા મુજબ સાઉથ કોરિયાની ફિલ્મો, મ્યૂઝિક પર પ્રતિબંધ

16 વર્ષના બે કિશોરોને 12 વર્ષની સજા આપવામાં આવી છે, એક વીડિયોમાં આ બંને આરોપીઓની જેમ ઉભા છે અને તેમને કોર્ટ સજા સંભળાવી રહી છે. બંનેના હાથમાં હાથકડી પહેરાવવામાં આવી છે અને અનેક વિદ્યાર્થીઓ પણ તેમને જોઇ રહ્યાં છે. આ વીડિયોમાં બધાના મોંઢા પર માસ્ક પહેરેલા છે, જેથી આ વીડિયો કોરોના વખતે શુટ કરાયો હોવાની શક્યતા છે પરંતુ આ ફૂટેજ હાલમાં જ વાઇરલ થઇ રહ્યાં છે. જેમાં એક હજાર જેટલા અન્ય વિદ્યાર્થીઓ આ બંને વિદ્યાર્થીઓને જોઇ રહ્યાં હતા અને તેમની સામે આ સજા અપાઇ હતી.

આ વીડિયોમાં માસૂમો પર અત્યાર થઇ રહ્યો છે, કિશોરોને આવી સજા મળતા અન્ય દેશો પણ ચોંકી ગયા છે, કિમ જોંગ ઉને અગાઉ સૈન્ય અધિકારીઓથી માંડીને દેશ વિરોધી કોઇ પણ કૃત્ય કરનારને ભયાનક સજા આપી હોવાના અનેક કિસ્સા છે. તાનાશાહની વધુ એક હરકતે દુનિયાને ચોંકાવી દીધા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch