Fri,26 April 2024,9:41 pm
Print
header

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાજ્યમાં હજુ બે દિવસ વરસાદનું અનુમાન, 27 જુલાઈથી વરસાદનું જોર ઘટશે- Gujaratpost

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હજુ વરસાદ પડશે 

હજુ અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થશે

અમદાવાદઃ આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ વરસાદ પડી શકે છે. 27 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. હાલમાં અમદાવાદમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરત, ભરૂચ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.'  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના થરાદમાં 6  ઈંચ વરસાદ વરસ્યો છે. સુઈગામમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  પાલનપુરમાં પણ 3 ઈંચ વરસાદ નોંઘાયો છે.

આણંદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. વિદ્યાનગર, કરમસદ, જીટોડીયા, વઘાસી, ગામડી વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch