Fri,26 April 2024,2:54 pm
Print
header

ખરાબ રોડ અંગે નીતિન પટેલનો ગળે ન ઉતરે તેવો જવાબ, જુઓ શું કહેવું છે નાયબ મુખ્યમંત્રીનું

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસામાં રસ્તાઓની હાલત કફોડી બની ગઇ છે ત્યારે પાકા રોડ-રસ્તા બનાવવા અંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ગળે ન ઉતરે તેવું નિવેદન આપ્યું છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું કહેવું છે કે આપણી આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે વિદેશમાં હોય તેવા રસ્તા આપણે ત્યાં બની શકે. દેશમાં હજુ ચોમાસાની વિધિસર વિદાય નથી થઇ અને અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદને પગલે અનેક રોડ તૂટી ગયા છે. જો કે સરકારે તૂટેલા રસ્તાઓ થીંગડા મારીને તેને રિપેર કર્યા છે. આવી હાલત દર વર્ષે રાજ્યમાં ઊભી થાય છે, ત્યારે જો એકવાર પાકા રોડ બનાવી દેવામાં આવે તો આવી સમસ્યાઓથી છુટકારો થઇ જાય. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તૂટેલા રોડ અંગે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે.

વિદેશમાં રોડ કેમ તૂટતા નથી અને આપણે ત્યાં કેમ તૂટી જાય છે તે વિશે નીતિન પટેલે કહ્યું કે આપણે ત્યાં રોડ રસ્તા આસ-પાસ અનેક દબાણો છે અને સારા રોડ બનાવવા માટે ખર્ચ પણ વિદેશમાં વધારે થાય છે આપણે એવી આર્થિક સ્થિતિ નથી. તેથી આપણે સારા રોડ નથી બનાવી શક્તા. નીતિન પટેલના આ જવાબથી એવો સવાલ ઉભો થાય છે કે શું ગુજરાતની પ્રજાના એટલો ટેક્સ નથી ભરતી કે સરકાર પાકા રોડ બનાવી શકે. 

એક સર્વે પ્રમાણે ભારતમાં ખુલ્લી ગટરમાં પડવાથી અને ખાડામાં અકસ્માતોમાં કુલ મૃત્યુના 30 ટકા માત્ર ગુજરાતમાંથી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 479 લોકોના  ખાડામાં પડવાથી મૃત્યુ થયા છે. ત્યારે તમામ લોકો આ ખાડાઓથી તંગ આવી ગયા છે અને રાજ્ય સરકારને સારા રોડ બનાવવા માટે અપીલ કરી રહ્યાં છે જેથી વારંવાર શહેર અને રાજ્યના હાઇવે તૂટે નહી અને લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે નહી, પરંતુ આ મામલે રાજ્યના ડેપ્યૂટી સીએમનો જવાબ સંતોષકારક નથી.

મહત્વનું છે કે સમગ્ર ગુજરાતના રોડ તૂટેલી હાલતમાં છે. ગુજરાતની પ્રજા પોતાના વાહનો રોડ ઉપર ચલાવી શકતી નથી. સરકાર રોડ ટેક્સ ઉઘરાવે છે, પણ ભ્રષ્ટાચારને કારણે રોડ સારા બનતા નથી. બીજી તરફ નેતાઓનાં ઘર સુધી પાક્કા રસ્તા જોવા મળે છે. જ્યારે સામાન્ય માણસો કે જેઓ વોટ આપીને નેતાઓને પસંદ કરે છે તેમના નસીબમાં ખખડધજ રસ્તાઓ જ છે તેવું લાગી રહ્યું છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch