Fri,26 April 2024,3:48 pm
Print
header

નરોડામાં હંસપુરા પાસેથી કારમાંથી દારુનો મોટો જથ્થો જપ્ત કરાયો

નકલી દારુના દરોડાની કાર્યવાહી દરમિયાન કારમાંથી અસલી જથ્થો પણ મળી આવ્યો

અમદાવાદઃ પીસીબી (PCB)નો સ્ટાફ ગત રાત્રીએ નરોડા સ્માર્ટ સીટી ખાતે દરોડાની કામગીરી કરી રહ્યો હતો તે સમયે સ્ટાફને (Staff) અન્ય બાતમી મળી હતી કે સ્માર્ટ સીટી હંસપુરા પાસે એક બુટલેગર (bootleger) કારમાં દારુનો જથ્થો લાવ્યો છે. જેને આધારે તપાસ કરતા કારમાંથી 239  બોટલ દારુ મળી આવ્યો હતો અને અન્ય સ્થળે દારુનો જથ્થો છુપાવાયો હતો.આ અંગે પોલીસે કાર ચાલક રવિન્દર જાટ (રહે એ-106, નરોડા સ્માર્ટ સીટી-3 હંસપુરા)ની ધરપકડ કરી હતી. જ્યારે તેનો અન્ય એક સાગરિત નરેન્દ્ર ઉર્ફે વિક્રમ જાટ ફરાર થઇ ગયો હતો.

એક જ રાતમાં પીસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. સવાલ એ થાય છે કે નરોડા પોલીસ સ્ટેશનની (naroda police station) હદમાં આવેલા સ્માર્ટ સીટીમાં  એક પછી એક દરોડા પડે છે અને દારુનો જથ્થો જપ્ત કરવામાં આવે છે ત્યારે નરોડા પોલીસ આ અંગે શા માટે કાર્યવાહી કરતી નથી ? સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch