Sat,27 April 2024,10:02 am
Print
header

બધી પાર્ટીઓને પાછળ ફેરવનારા નરેશ પટેલ આ દિવસે કરી શકે છે અંતિમ નિર્ણય- Gujarat post

રાજકારણમાં એન્ટ્રીને લઇને ગુરૂવારે કાગવડમાં બેઠક 

નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ નહીં કરે તેવા સંકેત 

રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે હજુ અટકળો ચાલી રહી છે.કાગવડ ખાતે પાટીદાર સમાજની ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારોની બેઠક બોલાવવામાં આવી છે. તેમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ નહીં કરે તેવું પણ લાગી રહ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિ ભવન સોમનાથ સહિતની ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારોની સરદાર પટેલ ભવન ખાતે મીટીંગ થઇ હતી. નરેશ પટેલ તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યાં હતા. આ બેઠકમાં સંસ્થાઓની સામાજિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકીય બાબતે ગુરૂવારે કાગવડમાં બેઠક છે.

અહેવાલ અનુસાર ત્રણેય સંસ્થાઓના ટ્રસ્ટીઓને ગુરૂવારે કાગવડની મીટીંગમાં હાજર રહેવા માટે કહેવાયું છે. જ્યાં બેઠકમાં રાજકીય ચર્ચાઓ થશે. નરેશ પટેલ દ્વારા પોતાના નિર્ણય વિશે ટ્રસ્ટીઓને જાણ કરાશે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ નહી કરે તેવા સંકેત મળી રહ્યાં છે. રાજકારણમાં પ્રવેશ વિશે નરેશ પટેલ દ્વારા ખોડલધામની રાજકીય કમિટી મારફત સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં યુવાનો, મહિલાઓએ તેમને રાજકીય પ્રવેશ માટે સમર્થન કર્યું હતું જયારે વડીલોએ સામાજિક કામગીરીને અસર થવાની શંકા દર્શાવીને રાજકારણથી દૂર રહેવા સૂચવ્યું છે. નરેશ પટેલે વડીલોની વાત માનીને રાજકારણ પ્રવેશવાનું માંડી વાળ્યું હોવાની વાત છે. નરેશ પટેલે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર મારફત સર્વે કામગીરી કરાવી હોવાની ચર્ચા છે.

પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે મનમેળ થયો ન હતો. અગાઉ પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં જોડાવાની વાત હતી પરંતુ તેઓ હવે કોંગ્રેસમાં જોડાશે નહીં. એટલે નરેશ પટેલના પણ રાજકારણમાં જોડાવાની શકયતા ખૂબ ઓછી દેખાઇ રહી છે. છતાં તેમના દ્વારા કેટલાક વખતથી એક પછી એક મુદ્દત આપવામાં આવી રહી હતી, હવે ગુરૂવારે કાગવડ ખાતેની ટ્રસ્ટીઓની બેઠકમાં આખરી નિર્ણય લેવાઇ શકે છે, નોંધનિય છે કે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને લાવવા પ્રયાસ કરી રહ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch