ફોરેન્સિક વિજ્ઞાન ગુનેગારોને ઝડપી સજા અપાવવામાં મદદરૂપ બનશે: અમિત શાહ
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit Shah)ની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (National Forensic Sceince university) અને દિલ્હી પોલીસ વચ્ચે આજે ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) થયા છે. જે અંતર્ગત દિલ્હી (Delhi Police)ના દરેક પોલીસ સ્ટેશન માટે 119 ફોરેન્સિક આસિસ્ટન્ટ અને સીનિયર ફોરેન્સિક આસિસ્ટન્ટની નિમણૂંક કરાશે. જેઓ પોલીસ સ્ટેશનના તપાસનીસ અધિકારીઓને ક્રાઈમ સીન મેનેજમેન્ટમાં જરૂરી વૈજ્ઞાનિક સહાય પુરી પાડશે. જેના કારણે ગુનાની વૈજ્ઞાનિક તપાસમાં ગતિ આવશે. સચોટ-મજબૂત પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી ગુનેગારોને કડક સજા અપાવવામાં મદદરૂપ સાબિત થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે મારી ઉપસ્થિતિમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર અને દિલ્હી પોલીસ વચ્ચે મહત્ત્વના કરાર થયા છે. આ નવી પહેલથી હું આનંદ અનુભવું છું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (narendra Modi)એ વિશ્વમાં સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનું સપનું પુરુ કર્યું છે. જેનો હેતુ ગુનાની વૈજ્ઞાનિક તપાસ કરીને સચોટ વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવાનો છે.જેનાથી ગુનેગારોને દાખલારૂપ સજા મળી શકે છે.
આ પ્રસંગે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર કુલપતિ ડો.જે.એમ. વ્યાસે (JM Vyas) કહ્યું કે આ કરાર દેશ માટે ઐતિહાસિક સિદ્ધિ કહી શકાશે. દેશની રાજધાનીમાં અનેક પ્રકારનાં ગુનાઓ આચરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આવા ગુનાઓની તપાસ પોલીસ માટે પડકારરૂપ બની જતી હોય છે ત્યારે ગુનાઓની વૈજ્ઞાનિક તપાસ અને સચોટ વૈજ્ઞાનિક પુરાવાઓ ગુનેગારને કડક સજા મળે તે માટે જરૂરી છે. સરકારે દૂરંદેશી સાથે આ એક નવી પહેલ કરી છે કે જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં ફોરેન્સિક નિષ્ણાતો તેમની સેવાઓ પુરી પાડશે, ગુનાઓની તપાસ અને શોધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. જેને કારણે કોઈપણ ગુનેગાર કાયદાથી છટકી શકશે નહીં.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
ડાન્સરો સાથે મોજમસ્તી, ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર ભાવનગરના નેતાનો વીડિયો વાઇરલ
2021-02-25 11:18:15
સાવધાન, અમદાવાદમાં આજથી માસ્ક નહીં પહેરનારાઓ સામે મેગા ડ્રાઇવ
2021-02-25 09:43:24
મોદી સરકારે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ
2021-02-25 16:06:06
દેશમા છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 16, 900 કેસ, મહારાષ્ટ્રમાં જ 8,800 કેસ
2021-02-25 11:33:18