(demo pic)
સુરતઃ વેસુમાં રહેતી 24 વર્ષીય યુવતી લવ જેહાદનો શિકાર બની છે. વસીમ અક્રમ નામના નરાધમે હિન્દુ નામ ધારણ કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. અલગ અલગ હોટલો તેમજ તેના ઘરે લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે યુવતીએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી લીધી છે.
વેસુના રાજપૂત ફળિયામાં રહેતો વસીમ અક્રમ વાહીદ સનરાઇઝ ઇવેન્ટના નામે ધંધો કરે છે. વસીમ અક્રમ વેસુ વિસ્તારમાં જ રહેતી અને મહેંદી મુકવાનું કામ કરતી યુવતીને પોતાની ઓળખ વાસુ ગ્વાલડિયા તરીકે આપીને મિત્રતા કરી હતી. તેને પોતાની કંપનીમાં પાર્ટનર પણ બનાવી હતી. વસીમે યુવતીને ગઈ તા. 1 જુલાઈ 2022 થી 10 ફેબુઆરી 2023 સુધીમાં ફરવાના બહાને અલગ અલગ હોટલો તેમજ તેના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ભોગ બનનાર યુવતીને હકીકતની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે યુવકની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. ત્યારે રાજ્યમાં વધી રહેલા આવા કિસ્સા ચિંતાનો વિષય બન્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
જીએસટી વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યાં અને કૌભાંડીઓએ 27.14 કરોડ રૂપિયા ઘરભેગાં કરી નાખ્યાં-Gujarat Post | 2023-03-25 18:23:09
મોડી રાત્રે ગુજરાતની જેલોમાં ચેકિંગ, ગાંજો અને અન્ય વસ્તુઓ કરાઇ જપ્ત- Gujarat Post | 2023-03-25 10:53:43
સુરતમાંથી ફરી પકડાયું એમડી ડ્રગ્સ, યુવતી પાસેથી ખરીદ્યું હોવાની કરી કબૂલાત- Gujarat Post | 2023-03-24 11:43:27
NIA ના ગુજરાતમાં દરોડા, સુરત, વાપી અને બોટાદમાં હાથ ધરાઇ તપાસ | 2023-03-23 14:44:06