Sat,04 May 2024,10:35 pm
Print
header

અમેરિકાના સાંસદનો દાવો...વિશ્વમાં જોરદાર લોકપ્રિય બની ગયેલા મોદી ફરી ભારતના વડાપ્રધાન બનશે

અમેરિકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. તેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય છે. હવે અમેરિકન સાંસદે દાવો કર્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટાઈ આવશે અને ત્રીજી વખત વડાપ્રધાન બનશે.

જ્યોર્જિયાના રિપબ્લિકન સાંસદ રિચ મેકકોર્મિકે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે વડાપ્રધાન મોદી ખૂબ જ લોકપ્રિય છે. હું ભારત ગયો હતો. મેં વડાપ્રધાન મોદી અને અન્ય ઘણા સાંસદો સાથે લંચ કર્યું છે અને પાર્ટીમાં તેમની લોકપ્રિયતા જોઈ છે. મને લાગે છે કે લગભગ 70 ટકા લોકપ્રિય વ્યક્તિ છે તો તે મોદી જ છે. તેઓ ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે.

વ્યૂહાત્મક સંબંધોને અસર થશે

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અર્થતંત્ર, વિકાસ, તમામ લોકો પ્રત્યેની સદભાવના અંગેના તેમના દ્રષ્ટિકોણને જોતા વિશ્વમાં ભારતીયો પ્રત્યે સકારાત્મકતા વધી છે. વૈશ્વિક અર્થતંત્રમાં પણ ભારતનું યોગદાન વધ્યું છે. આ બધું હું ખૂબ જ સકારાત્મક રીતે જોઇ રહ્યો છું.

 ભારતીય અર્થવ્યવસ્થામાં વાર્ષિક 4 થી 8 ટકા વધારો થયો

તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થા વાર્ષિક 4 થી 8 ટકાની વૃદ્ધિ કરી રહી છે. ચીન દ્વારા અનેક વસ્તુઓની નકલ કરાય છે.જ્યારે ભારતમાં અનેક ક્ષેત્રોમાં કંઇ નવું થઇ રહ્યું છે.

ચીન જેવા દેશોનો વિરોધ

જ્યારે આપણે એવી ટેક્નોલોજીઓ શેર કરીએ છીએ કે જેના પર અમને વિશ્વાસ હોય, ત્યારે અમારે માત્ર એ સુનિશ્ચિત કરવું પડશે કે તેનો ઉપયોગ બંને દેશો માટે ફાયદાકારક હોય. અમે ચીન જેવા બેફામ દેશોનો સામનો કરવા માટે ભારત સાથે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સહયોગ કરવા માંગીએ છીએ. 

જ્યાં સાચો વિશ્વાસ હોય ત્યાં સંબંધો બાંધો

તેમણે કહ્યું અમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે જ્યાં સાચો વિશ્વાસ હોય ત્યાં અમે સંબંધો બનાવીએ અને અમને લાગે છે કે ભારત પ્રમાણિક છે. તેઓ અમારી કોઇ ટેકનોલોજી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં નથી. તેઓ તેમને શેર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.  આમ અમેરિકાના નેતાઓ પણ હવે ભાજપનો સાથે ઇચ્છે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch