Fri,26 April 2024,11:55 am
Print
header

ભાજપના આ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને કલાકારોને આર્થિક સહાય આપવા કરી માંગ

ગાંધીનગર: ભાજપના ધારાસભ્ય અને અભિનેતા હિતુ કનોડીયા(Hitu kanodia)એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. હિતુ કનોડીયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા કલાકારોને (Artists) આર્થિક સહાય આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. કોરોના વાયરસની મહામારીને કારણે નાના કલાકારોએ આત્મહત્યા કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થયું છે.

ઉલ્લેખીય છે કે, કોરોના સંકટ વચ્ચે અનલોકમાં (Unlock) ધંધા રોજગાર શરૂ થઈ રહ્યા છે, પરંતુ નાટયગૃહ, સિનેમાગૃહ, જાહેર કાર્યક્રમો, પ્રસંગો, મેળાવડાઓ બંધ છે. જે ક્યારે શરૂ થશે તે નક્કી નથી. લોકસંગીત, લોકનાટય, ઓરકેસ્ટ્રા, નાટક, નૃત્ય સાથે સંકળાયેલા કલાકાર કસબીઓને બનતી મદદ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામા આવી છે. એપ્રિલ મહીનાથી લઈ નાટ્યગૃહો, સીનેમાગૃહો, જાહેર કાર્યક્રમો, પ્રસંગો, મેળાવડા, સરકારી ઇવેન્ટ્સ બધું જ બંધ છે અને ક્યારે શરૂ થશે તે અંગે હજી અનિશ્ચિતતા છે.

કોરોના વાયરસની મહામારીને કારણે સામાન્ય લોકોના ધંધા રોજગાર પર પણ અસર જોવા મળી છે. મનોરંજન જગતના કલાકારો અને કસબીઓની ગંભીર સ્થિતિમાં સત્વરે સહાયતા કરવા ભાજપનાં ધારાસભ્ય અને અભિનેતા હિતેશ કનોડીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ને પત્ર લખીને રજૂઆત કરી છે. માર્ચ મહીનાથી કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને  કારણે કલાકારો અને લોક સંગીત સાથે સંકળાયેલા લોકોની ખૂબ જ કફોડી સ્થિતિ થઈ ગઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch