Mon,29 April 2024,2:07 am
Print
header

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો, પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડી પુત્ર સાથે કોંગ્રેસમાં સામેલ- Gujarat Post

નવી દિલ્હીઃ આજે બપોરે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. દેશમાં એકબાજુ  કોંગ્રેસ સહિતના પક્ષોના નારાજ નેતાઓ ભાજપમાં સામેલ થઇ રહ્યાં છે, બીજી તરફ દક્ષિણ ભારતમાં નેતાઓ ભાજપ છોડી રહ્યાં છે. પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હૈદરાબાદના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેમના દીકરા સાથે અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સ્ટેટ ઈન્ચાર્જ દીપા દાસ મુનશીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર પણ ટ્વિટર પર શેર કર્યો હતો.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં મજબૂત સ્થિતિમાં છે, જ્યારે ભાજપની સ્થિતિ દક્ષિણના રાજ્યોમાં એટલી સારી નથી. આવી સ્થિતિમાં ભાજપના પૂર્વ સાંસદનું પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાવું પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ BRS અને BJPને હરાવીને રાજ્યમાં સત્તા કબ્જે કરી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch