Thu,02 May 2024,5:57 am
Print
header

લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન

અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

નવી દિલ્હીઃ વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક ઉત્સવ આજથી શરૂ થયો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કુલ સંસદીય મતવિસ્તારોમાંથી 19 ટકા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 44 દિવસની લોકશાહી યાત્રા 1 જૂન સુધી ચાલુ રહેશે. 4 જૂને પરિણામ જાહેર થશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે. બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારાની ઘટના બની છે. અનેક નેતા-અભિનેતાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ સવારમાં જ કર્યો હતો.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજસ્થાનમાં પહેલા તબક્કામાં 12 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પોતાનો મત આપ્યાં પછી મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ કહ્યું, 'આજે હું દરેકને લોકશાહીના મહાન તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની અપીલ કરીશ. મતદાન કરો, તેનાથી લોકશાહી મજબૂત થશે, મને વિશ્વાસ છે કે રાજસ્થાન 2014 અને 2019ના ઇતિહાસનું પુનરાવર્તન કરશે.

અભિનેતા રજનીકાંતે ચેન્નાઈ, તમિલનાડુમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો

તમિલનાડુના સીએમ અને ડીએમકેના વડા એમકે સ્ટાલિને ચેન્નાઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો

ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર લોકસભા સીટના પોલિંગ બૂથ નંબર 193 અને 194 પર એક દુલ્હન પોતાનો મત આપવા પહોંચી હતી.

તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અને કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર કે. અન્નામલાઈએ પોતાનો મત આપ્યો. તમિલનાડુ બીજેપી ચીફ અને કોઈમ્બતુર મતવિસ્તારમાંથી પાર્ટીના ઉમેદવાર કે. અન્નામલાઈએ કહ્યું, 'તામિલનાડુના લોકો પીએમ મોદીની સાથે છે. અમને વિશ્વાસ છે, અમારી પાર્ટી મજબૂત છે અને લોકો અમારી સાથે છે અને 4 જૂન એનડીએ માટે ઐતિહાસિક પરિણામ હશે.

સદગુરુ જગ્ગી વાસુદેવે પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે પણ મતદાન કર્યું.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch