અમરેલી બેઠક પરથી ત્રણ ટર્મથી ભાજપમાંથી ચૂંટાતા નારણ કાછડીયાનું કપાયું છે પત્તું
કોંગ્રેસે આ બેઠક પરથી જેનીબેન ઠુંમરને આપી છે ટિકિટ
વિરોધના પગલે ભાજપ વડોદરા, સાબરકાંઠાના ઉમેદવાર બદલી ચૂક્યું છે
અમરેલીઃ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ક્યાંક ટિકિટને લઈને તો ક્યાંક ઉમેદવારોને લઈને પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાના નિવેદનને લઈને હાલમાં માહોલ ગરમ છે ત્યાં અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને વિરોધ થઈ રહ્યો છે. શનિવારે મોડી રાત્રે સુતરિયાને બદલવાની માંગ સાથે પક્ષના જ બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું છે.
જો કે, આ ઘટના બાદ ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગયું હતું. પાર્ટીએ ગંભીર નોંધ લઈને સિનિયર નેતા ભૂપેન્દ્ર ચુડાસમાને અમરેલી દોડાવ્યાં હતા. ભરત સુતરીયાને બદલાવના વિવાદને શાંત પાડવા અને ડેમેજ કંટ્રોલ કરવા ક્લસ્ટર ઈન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી ખાતે દિલીપ સંઘાણીના ઘરે પહોંચ્યાં હતા અને અમરેલીના ઉમેદવારના સમર્થનમાં આવતા આગેવાનો અને કાર્યકરો સાથે ખાનગી બેઠક કરી હતી. જે બાદ ભૂપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઈ રોષ નથી. ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે.
અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં હતા.જેમાં લખવામાં આવ્યું હતું હમ ખાઈને કેજો ભરત સુતરિયા હાલે ? આ ચાર પાસને હટાવો, આમ ભાજપમાં હવે ઉમેદવારોનો વિરોધ શરૂ થઇ ગયો છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર બહારમાં કમળ ખીલ્યું, મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓની દેવદુર્લભ સાથે કરી સરખામણી | 2025-02-18 17:18:58
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ- Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબ્જો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33