અરવલ્લીઃ કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અરવલ્લીના માલપુરના પરસોડા ગામમાં ખોડલ ટ્રસ્ટ આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શનિવારે ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ ક્યારેય ચૂંટણી નહીં લડે અને સમાજના સેવાકાર્યોમાં આજીવન જોડાયેલા રહેશે. જે સારા ઉમેદવારોને મારી જરૂર હશે તેમને હું ચોક્કસ મદદ કરીશ. જો કે અનેક વખતે નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રીનેે લઇને ચર્ચાઓ તો થતી જ રહે છે, અગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે પણ નરેશ પટેલ ચૂંટણી લડશે તેવી વાતો થઇ હતી, ત્યારે બાદ તેઓ દિલ્હીમાં પણ કેટલાક નેતાઓને મળ્યાં હતા.
લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થાય તેવી શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આપેલી જાણકારી પ્રમાણે, સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં જ સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે.
દેશમાં સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્કૂલોની પરીક્ષા શક્ય એટલી વહેલા પૂર્ણ કરવા સૂચના અપાઈ ચૂકી છે. ખાસ કરીને ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ લગાવવા સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશનું પાલન કરવાની સૂચના ચૂંટણી પંચે આપી દીધી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકોને લઇને ભાજપ-કોંગ્રેસના નેતાઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે, ભાજપ આ વખતે ઉંચા માર્જિનથી જીતનું પ્લાનિંગ કરી રહી છે. તમામ બેઠકો પર ભાજપે કાર્યક્રમો પણ શરૂ કરી દીધા છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર બહારમાં કમળ ખીલ્યું, મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓની દેવદુર્લભ સાથે કરી સરખામણી | 2025-02-18 17:18:58
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ- Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબ્જો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33