Sun,05 May 2024,2:14 am
Print
header

ઝટકો, મેયરની ચૂંટણીમાં ભારત વિરોધી માલદીવના રાષ્ટ્રપતિની પાર્ટીની કારમી હાર- Gujarat Post

માલદીવઃ ભારત અને માલદીવ વચ્ચે તણાવ ચાલુ છે. ભારત સામેના નિવેદનોને કારણે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પોતાના જ દેશમાં બદનામ થઈ રહ્યાં છે. દરમિયાન, રાજધાની માલેમાં યોજાયેલી મેયરની ચૂંટણીમાં મુઇઝુની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, મુઈઝુએ ભારત વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ પોતાના ત્રણ મંત્રીઓને બરતરફ કર્યાં હતા. પરંતુ તેઓ ભારત વિરોધી નિવેદનો તો કરતા જ રહે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ માલેમાં મેયરની ચૂંટણી જીતી લીધી છે. MDP ઉમેદવાર આદમ અઝીમને માલેના નવા મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. ખાસ વાત એ છે કે અઝીમ પહેલા મુઈઝુ મેલના મેયર હતા. મુઈઝુએ ગયા વર્ષે જ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે, MDPનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ કરી રહ્યાં છે, જેને ભારત તરફી માનવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઝીમે મોટા માર્જિનથી જીત મેળવી છે. રાજકીય નિષ્ણાતોના મતે, મેયરની ચૂંટણીમાં જીત MDPના રાજકીય નસીબને પુનર્જીવિત કરશે તેવી અપેક્ષા છે. બીજી તરફ રાષ્ટ્રપતિએ ચીનની મુલાકાત બાદ પણ ભારત સામે નિવેદન કરતા કહ્યું કે કોઇએ અમને ધમકી આપવાનો પ્રયાસ કરવો ન જોઇએ. જો કે ભારતે કોઇ ધમકી જ આપી નથી, પરંતુ મુઇઝુ હવે ચીનના દમ પર આ બધુ કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch