Fri,26 April 2024,9:08 am
Print
header

કોરોનાના કેસમાં ભારતનો વર્લ્ડ રેકોર્ડ, સતત બીજા દિવસે 4 લાખથી વધારે કેસ અને 3900 ના મોતથી હાહાકાર

નવી દિલ્હીઃ કોરોના વાયરસ દેશમાં રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. મે મહિનામાં ત્રીજી વખત દેશમાં કોરોનાએ ચાર લાખનો આંકડો વટાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા મામલા સામે આવ્યાં છે 3915 દર્દીઓના મોત થયા છે. પ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાના કેસ 4.14 લાખને પાર થયા છે દેશમાં સતત બીજા દિવસે 4 લાખથી વધારે કેસ નોંધાયા હતા. કોરોનાના દૈનિક કેસની બાબતે ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો બે કરોડને પાર થઈ ગયો છે હાલ ભારતમાં 36 લાખથી વધુ એક્ટિવ કેસ છે જ્યારે સવા બે લાખથી વધુ લોકોના કોરોનાથી મોત પણ થયા છે. દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ફરી વળી છે આગામી દિવસોમાં ત્રીજી લહેર આવે તેવી પણ શક્યતા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે દેશમાં ગઈકાલે 19,23,131 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 16,49,73,058 લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે. મહારાષ્ટ્રમાં 6.43 લાખથી વધુ, કર્ણાટકમાં 4.87 લાખથી વધારે, કેરળમાં 3.76 લાખથી વધારે, ઉત્તરપ્રદેશમાં 2.62 લાખથી વધારે, આંધ્રપ્રદેશમાં 1.70 લાખથી વધારે એક્ટિવ કેસ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch