Fri,26 April 2024,12:54 pm
Print
header

ભારતે 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ કર્યું પૂર્ણ, જાણો કેટલા દિવસમાં મેળવી આ સિદ્ધી

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળતા ન હતા મૃત્યુ બાદ પણ સ્મશાન અને કબ્રસ્તાનમાં અંતિમવિધિ માટે રાહ જોવી પડે તેવી સ્થિતી ઉભી થઇ હતી, જો કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ દરરોજ લોકો કોરોનાને કારણે મૃત્યું પામી રહ્યાં છે. કોરોના સામેની આ લડતમાં રસી એકમાત્ર મજબૂત હથિયાર છે અને ભારતે રસીકરણ અભિયાનમાં વધુ એક સિદ્ધી હાંસલ કરી છે.

દેશમાં 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ થયું છે.

ભારતમાં 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણં થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ અંગે એક ટ્વિટમાં લખ્યું કે અમેરિકા બાદ ઓછા સમયમાં ભારતે 20 કરોડથી વધુ લોકોને રસી આપી છે. ભારતે આ સિદ્ધી 130 દિવસમાં જ મેળવી છે. અમેરિકામાં 20 કરોડ લોકોનું રસીકરણ કરવામાં 124 દિવસ થયા હતા.

અત્યાર સુધીમાં 20,04,94,991 લોકોનું રસીકરણ

20 કરોડથી વધુ લોકોના રસીકરણ (20 Crore Vaccination) અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 20 કરોડ 4 લાખ 94 હજાર 991 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. 97,94,835 આરોગ્ય કમર્ચારીઓને રસીકરણનો પહેલો અને 67,28,443 આરોગ્ય કર્મચારીઓને રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ થયા બાદ આત્યાર સુધીમાં 18 થી 44 વર્ષના 9,42,796 લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે તેમજ 60 વર્ષથી વધુ ઉમરના 42 ટકા લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. દેશમાં 16 જાન્યુઆરી 2021 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) દ્વારા દેશવ્યાપી રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch