દ્વારકાઃ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં સાત મહિનાની પુત્રી, પતિ-પત્ની અને દાદીનો સમાવેશ થાય છે. સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે શોર્ટ સર્કિટને કારણે ઘરમાં આગ લાગી હતી. આગના કારણે ફેલાતા ધુમાડા અને ઝાકળને કારણે ઘરમાં રહેતા લોકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા અને ચાર લોકોનાં મોત થયા હતા.
દ્વારકામાં આદિત્ય રોડ ખાતે આવેલા રહેણાંક મકાનમાં આ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં પવન કમલેશ ઉપાધ્યાય (ઉ.વ-30 વર્ષ), તિથી પવન ઉપાધ્યાય (ઉ.વ-27), ધ્યાના ઉપાધ્યાય (7 મહિનાની પુત્રી) અને પવનની માતા ભામિનીબેન ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળ પર આવીને આગ હોલવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કાબૂમાં લઇને ચારેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. આ ઘટનાથી ગૂગળી બ્રાહ્મણ સમાજમાં શોકનો માહોલ છવાયો છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
અમરેલીઃ બગસરાની શાળામાં 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારીને કાપા માર્યા, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ- Gujarat Post | 2025-03-26 20:26:46
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10