Sat,27 April 2024,8:36 am
Print
header

રાજકોટ પોલીસનો તોડકાંડ પાછો યાદ આવ્યો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ગોવિંદભાઈ તમારે તો આગળ જ રહેવું જોઈએ- Gujarat post

રાજકોટના પૂર્વ સીપી મનોજ અગ્રવાલના કથિત તોડકાંડ સામેની લડાઇને લઇને ચર્ચામાં હતા ધારાસભ્ય ગોવિંદ પટેલ 

વેપારીઓ, ઉદ્યોગકારો, સામાજિક અગ્રણીઓ અને ભાજપ હોદ્દેદારો સાથે બેઠક 

રાજકોટ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે. સર્કિટ હાઉસમાં  તેમણે હસતા હસતા એક ટિપ્પણી કરતા ભાજપના નેતાઓમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. તેમને કહ્યું કે ગોવિંદભાઇ તમારે તો આગળ જ રહેવાનું હોય, પૂર્વ સીપી મનોજ અગ્રવાલના કથિત તોડકાંડ મામલે ભાજપના સિનિયર ધારાસભ્ય ગોવિંદ પટેલે સીએમને પત્ર લખ્યો હતો, બાદમાં આઇપીએસ અધિકારીને રાજકોટમાંથી હકાલપટ્ટી કરાઇ હતી.હવે હર્ષ સંઘવીએ આ દમદાર નેતાને હસતા હસતા કહ્યું કે તમારે તો આગળ જ રહેવાનું હોય ગોવિંદભાઇ, ધારાસભ્ય ગોવિંદ પટેલને સંઘવીએ આગળ બોલાવી સિનિયર નેતાનો આદર દર્શાવ્યો હતો. 

હર્ષ સંઘવીએ આજે રાજકોટ મુલાકાતમાં વેપારીઓ, ઉદ્યોગકારો, સામાજિક અગ્રણીઓ અને ભાજપ હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. સર્કિટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ પોતાની રજૂઆતો કરવા આવ્યાં હતા.જો કે અહીં અવ્યવસ્થાને કારણે વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. નોંધનિય છે કે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમની ઘટનાઓ અને વેપારીઓને પરેશાન કરવાની ઘટનાઓ વધી રહી છે. જેની સામે રાજ્ય સરકાર અને પોલીસ નજર રાખી રહ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch