Thu,02 May 2024,3:32 am
Print
header

મુંબઈના કોલાબા વિસ્તારમાં છેલ્લા 12 કલાકમાં 293.8 મિમી વરસાદ, 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

મુંબઈઃ શહેરમાં પડી રહેલાં વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.મુંબઈ, થાણે અને પાલઘરમાં વરસાદને લીધે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈના કોલાબા વિસ્તારમાં છેલ્લા 12 કલાકમાં 293.8 મિમી વરસાદ પડ્યો હતો. કોલોબામાં છેલ્લે ઈસ. 1974ના ઓગસ્ટ મહિનામાં જ રેકોર્ડ 262 મિમી વરસાદ પડ્યો હતો. આ વખતના વરસાદે 1974નો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

મુંબઈનાં જ ફોર્ટ, ચર્ચગેટ, મરીન ડ્રાઈવ,  બ્રીચ કેન્ડી, પેડર રોડ, હાજી અલી જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે. જેનું એક કારણ આ વિસ્તારોનું દરિયાકિનારે આવેલા હોવું તે છે. દક્ષિણ મુંબઈમાં આવેલી કેટલીક હોસ્પિટલોમાં પાણી ભરાવાના અહેવાલ મળ્યાં છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરીને મુંબઈમાં વરસાદની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. વડાપ્રધાને ઠાકરેને મહારાષ્ટ્રમાં શકય તેટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.સમગ્ર મુંબઈમાં મંગળવારથી સતત વરસાદ પડી રહ્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch