Fri,03 May 2024,9:07 am
Print
header

હાર્ટ એટેકથી હાહાકાર, સુરતમાં વધુ એક, વડોદરામાં બે લોકોનાં મોત- Gujarat Post

(demo pic)

સુરતઃ રાજ્યમાં કોરોના કાળ પછી હાર્ટએટેકથી મોતના કિસ્સા વધ્યાં છે. શિયાળામાં પણ હાર્ટએટેકના કેસો વધી ગયા છે. રાજ્યના બે મોટા શહેરો સુરત અને વડોદરામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ત્રણ લોકોનાં મોત થયા છે.

વડોદરા દેણા ગામે ક્રિકેટ રમતા રમતા 36 વર્ષના યુવકની તબિયત બગડતા તે ગ્રાઉન્ડ પર જ સૂઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. હાર્ટ એટેકને કારણે જ તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રેલવેના યુવાન કર્મચારીને પણ એટેક આવતા મોત થયું હતું.

બીજા બનાવમાં માંજલપુર વૈકુંઠધામ સોસાયટીમાં રહેતો 37વર્ષનો વિશાલ જનકભાઇ ભટ્ટ રેલવે કંટ્રોલ રૂમમાં ચીફ ટ્રેન ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેના પત્ની હાઉસ વાઇફ છે અને બે સંતાનો છે. સવારે તે નોકરી જવા માટે તૈયાર થઇને ઘરેથી નીકળવાની તૈયારીમાં હતો. તે દરમિયાન અચાનક તેને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. તેને રેલવે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો ન હતો.
 
સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થયું હતું. વિજયભાઈ પંડિત નામના યુવકને ગત રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો, જે બાદ નીચે ઢળી પડ્યાં હતા. શિયાળામાં હાર્ટ એટેકથી થતા મોતને લઈ આરોગ્ય નિષ્ણાતો લાઇફ સ્ટાઇલમાં ચેન્જ કરવાની સલાહ આપી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch