Fri,26 April 2024,2:20 pm
Print
header

જાણો... હાર્દિક પટેલના રાજકીય ભવિષ્ય અંગે જ્યોતિષ શું કહે છે ?

વર્ષ 2022થી હાર્દિકની ઝડપથી પ્રગતિ થશે- જ્યોતિષ  

 

હિરેન ઉપાધ્યાય, અમદાવાદ

પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે. ખાસ કરીને કોંગ્રેસમાં સૌથી મોટા ઉલટ ફેરના સંકેતો મળ્યાં છે. ત્યારે હાર્દિક પટેલને મહત્વનું સ્થાન મળતા તેનું રાજકીય કદ અત્યારે ગુજરાત કોંગ્રેસમાં વધી ગયું છે, ત્યારે જ્યોતિષોએ પણ હાર્દિકના રાજકીય ભવિષ્યને લઇને મહત્વની આગાહીઓ કરી છે. ગુજરાતના જાણીતા જ્યોતિષાચાર્ય ડો.હેમીલ પી લાઠીયાએ જણાવ્યું છે કે  2015થી અનામત આંદોલન શરુ થયા બાદ હાર્દિકના ગ્રહયોગ પરીક્ષાલક્ષી છે. તેના જીવનમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે.પરંતુ આ તબક્કો હવે પૂર્ણ થઇ રહ્યો છે, એક નવી શરૂઆત થવા જઇ રહી છે.

જ્યોતિષના મતે હાર્દિક પટેલ માટે 2022થી ખુબ મહત્વનો સમય આવી રહ્યો છે. જેના કારણે તે વર્ષ 2022ની ચૂંટણીમાં નોંધપાત્ર યોગદાન કરશે, ગુજરાતના રાજકારણમાં ખુબ મહત્વનો ટર્ન આવશે. ખાસ કરીને વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિક મહત્વની ભુમિકા અદા કરી શકે છે. સફળ નેતૃત્વના ગુણના કારણે કોંગ્રેસને તે મજબુત કરશે. જો કે આ કામગીરી દરમિયાન તેને સૌથી વધારે નારાજગીનો ભોગ પણ બનવું પડશે. પણ અંતે પરિણામ તેના જ પક્ષમાં છે.જે તેનું રાજકીય કદ વધઘુ મજબુત કરશે.એક રીતે જ્યોતિષે હાર્દિક પટેલના સારા રાજકીય ભવિષ્યની આગાહી કરી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch