Mon,20 May 2024,8:57 am
Print
header

Fact Check: મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસને દેશના ભાગલા પાડતી પાર્ટી કહી હોવાનો દાવો ખોટો છે, આ છે હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા પર દરરોજ અસંખ્ય ફેક ન્યૂઝ વાયરલ થાય છે.રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મી હસ્તીઓ વિશે આવી જ માહિતી શેર કરવામાં આવે છે. ફેક ન્યૂઝનો તાજો કેસ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખડગે કોંગ્રેસને જાતિના નામે દેશને વિભાજીત કરનારી પાર્ટી ગણાવી રહ્યાં હોવાનો દાવો છે. જ્યારે અમે આ વાયરલ વિડિયોની હકીકત તપાસી તો તે એડિટેડ હોવાનું બહાર આવ્યું.

મલ્લિકાર્જુન ખડગેએ રેલીમાં આપેલા ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ખડગે કહી રહ્યાં છે કે કોંગ્રેસ પાર્ટી જાતિના નામે દેશને વહેંચે છે. X પર આ વીડિયો શેર કરતી વખતે હિમંતા બિસ્વા સરમા પેરોડીએ લખ્યું- ખડગે સાહેબ પણ કહી રહ્યાં છે કે કોંગ્રેસ જાતિના નામે દેશને વિભાજિત કરી રહી છે. આ વીડિયોને ફેસબુક પર આગરા દુનિયા નામની પ્રોફાઇલથી શેર કરતી વખતે પણ આવી જ વાતો લખવામાં આવી છે.

Gujarat Post Fact Check News: મલ્લિકાર્જુન ખડગેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેક્ટ ચેકમાં 15 ફેબ્રુઆરી, 2024ના રોજ ANI દ્વારા કરવામાં આવેલો 6 મીનિટનો વીડિયો મળ્યો. જ્યારે અમે આ વીડિયો સાંભળ્યો ત્યારે છેલ્લી 3 મીનિટમાં ખડગે જાતિની વસ્તી ગણતરી વિશે વાત કરે છે અને કહે છે- આમાં શું ભૂલ છે ? હવે મોદી કહે છે કે, કોંગ્રેસ પાર્ટી હંમેશા દેશને વિભાજીત કરી રહી છે. જાતિના નામે ભાગલા પાડો. હજુ પણ કામ કરે છે. મતલબ સ્પષ્ટ હતો કે ખડગેનો વીડિયો એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

અમારા ફેક્ટ ચેકમાં વાયરલ થઈ રહેલો વીડિયો ખોટો સાબિત થયો છે. અમે રેલીના તમામ વીડિયો યુટ્યૂબ અને કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ચેક કર્યા, તો એ વાત સામે આવી છે કે મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસને દેશને વિભાજીત કરનારી પાર્ટી કહી નથી. તેનો વીડિયો એડિટ કરીને શેર કરવામાં આવ્યો છે. લોકોને આવી પોસ્ટથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch