Wed,24 April 2024,6:27 am
Print
header

બોબી પટેલની ગર્લફ્રેન્ડનો સસ્પેન્ડેડ PI દહિયા પર આક્ષેપ, ડોલર પડાવ્યાં અને મને ટોર્ચરિંગ કર્યું -Gujarat Post

(બોબી પટેલનો ફોટો)

અમદાવાદઃ ડિંગુચાનો એક પરિવાર અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતી વખતે મોતને ભેટ્યો હતો.આ કેસમાં કેનેડા સરહદથી ગેરકાયદેસર રીતે ગુજરાતીઓને અમેરિકા મોકલવા બદલ પોલીસે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર અને બે એજન્ટોની ધરપકડ કરી હતી. આ કામ માટે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમ વસૂલાતી હતી. પોલીસ તપાસમાં બોબી પટેલ માસ્ટર માઈન્ડ હોવાનું ખૂલ્યું હતું. જે બાદ માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલને અમદાવાદના ભાડજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. 

હવે બોબી પટેલની ગર્લફ્રેન્ડે એક ઇન્ટરવ્યુંમાં ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે એ સાંજે PI દહિયા તેમની 8 લોકોની ટીમ સાથે આવ્યાં હતા. મારો પુત્ર ક્રિકેટ રમવા ભાડજ જાય છે. બોબી એને લેવા ગયો હતો. ત્યાંથી SMCએ તેને પકડી લીધો હતો. સાંજે 6.50 વાગ્યે પોલીસની ટીમે ઘરે આવીને કહ્યું હતું કે 'અમે સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી આવ્યાં છીએ બૉબીને લઇ જવાનો છે,મેં પૂછ્યું, 'શેના કેસમાં ? તેમણે કહ્યું, એ અમને ખબર નથી. અમને ઓર્ડર છે કે બોબીને લઈ જવાનો છે, એટલે અમે આવ્યાં છીએ. એ દિવસે મારી તબિયત સારી ન હતી, તેમ છતાં પોલીસે મને બહુ ટૉર્ચર કર્યું. સાંજે 6.50 એ આવ્યાં હતા અને સવારે 4.30 વાગ્યે ગયા. રાત્રે 11 વાગ્યે પીઆઇ દહિયા મારી વર્ના ગાડીને લઈને બહાર ગયા હતા અને 12.30 વાગ્યે આવીને મને ગાડીની ચાવી આપી હતી. તેમણે મારી વર્ના ગાડી ક્યાંક ઠોકી હતી. ત્રીજા દિવસે પોલીસ ભવનમાં મળવા ગયા ત્યારે બોબીએ કહ્યું હતું કે પીઆઇ દહિયાએ ડ્રિંક કરેલું હતું. ઘરે આવ્યાં ત્યારે કોઈ લેડીઝ પોલીસ પણ ન હતી. ત્રણ દિવસ પછી મારા ભાઈને પણ લઈ ગયા હતા. 7 દિવસ સુધી તેને ત્યાં કેદ રાખ્યો હતો.

દહિયાએ ડોલર પડાવી લીધા હતા અને માનસિક હેરાનગતિ પણ કરી હતી, ડીજીપીએ દહિયાને સસ્પેન્ડ કર્યાં છે, તેના પર આ કેસ દબાવવા 30 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch