Fri,26 April 2024,4:46 pm
Print
header

રૂ.2000 કરોડના કૌભાંડમાં કાર્યવાહી ક્યારે ? સન્માનિત, IAS પૂનમચંદ પરમાર કૌભાંડનો રિપોર્ટ જાહેર કરો

ગાંધીનગરઃ ગુજરાતની ભાજપ સરકારમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા IAS અધિકારી પૂનમચંદ પરમાર અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામાં ભણ્યા હતા, હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શતાબ્દિ વર્ષની ઉજવણી થઇ રહી છે, જેના ભાગરૂપે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરીને સમાજના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલા 100 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પૂનમચંદ પરમારનું પણ સન્માન કરાયું છે, શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી રાજપૂર શાળા નંબર 2માં ધોરણ 1થી 7 સુધી તેમને  અભ્યાસ કર્યો હતો.

તેમને કહ્યું હતુ કે 55 વર્ષ પહેલાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં 1965માં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. 1972 સુધી 7 વર્ષ સુધી હું મ્યુનિસિપલ સ્કૂલમાં ભણ્યો હતો. સંપૂર્ણ પ્રાથમિક શિક્ષણ અહી પુરૂ કર્યું હતુ, પ્રથમ વર્ષમાં જુલાઈના અંતિમ દિવસોમાં જન્મ હોવાના કારણે મને પ્રવેશ મોડો મળ્યો હતો, જેથી મારો હાજરીમાં નંબર ન બોલાતો એટલે દુ:ખ લાગતું. પછી અભ્યાસ એવો સારો રહ્યોં કે પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધી દર વર્ષે પ્રથમ રહ્યો હતો.

ભણવામાં ‘ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોએ સારી રીતે શિખવ્યું હતું. મારા પિતા પણ અમદાવાદ મિલના કામદાર હતા. ગાંધી રંગે રંગાયેલા હતા. એટલે ઘરમાં પણ ગાંધી શિક્ષણ અને સ્કૂલમાં પણ ગાંધી શિક્ષણ મળતું. ધોરણ 1થી ધોરણ 7 સુધી અભ્યાસ કરાવનારા શિક્ષક મેનાબેન, ક્રિશ્ચયનબેન, જનકબેન, પ્રદિપભાઈ, જશોદાબેન અને પ્રેમાનંદ સાહેબને યાદ કર્યા હતા.

ધોરણ 6માં ભણાવતા અમરતલાલ શિક્ષકનું ગણિત સારું હતું. પૂર્વ અમદાવાદા છોડી પશ્ચિમ અમદાવાદમા ગયો તો મારુ નંબર વનનું સ્થાન તોડવા વાળો કોઈ મળ્યો ન હતો. માધ્યમિક શિક્ષણ સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાંથી કર્યું અને કોલેજ એચ.કે.કોમર્સ અને નવ ગુજરાત કોલેજમાં પુરી કરી, ગુજરાત જાહેર સેવા આયોગમાં 24 વર્ષે આઈઆરએસ અને 25 વર્ષે આઈએએસ બન્યો હતો. 1985માં આઈએએસ અધિકારી તરીકે ભરતી થયો હતો.

તપાસનો અહેવાલ જાહેર 

11 જાન્યુઆરી 2019માં બહાર આવેલી વિગતોમાં વડોદરામાં સંજયનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ યોજનામાં રૂ.2 હજાર કરોડના કૌભાંડમાં સામેલ અધિકારીઓ અને રાજકીય નેતાઓને બચાવી લેવાયા હતા.

કૌભાંડને જાહેર કરવા સચિવ કક્ષાના અધિકારી પૂનમચંદ પરમારને તપાસ સોંપી હતી. એક સપ્તાહમાં અહેવાલ આપવાનો હતો, પરંતુ ઘણો સમય વીતી ગયા હોવા છતાં તપાસનો અહેવાલ જાહેર કર્યો ન હતો.

પૂનમચંદ પરમાર વડોદરામાં ચાર કલાક સુધી કમિશ્નરની ચેમ્બરમાં બેસીને જતા રહ્યાં હતા. તેમના માણસોએ કેટલીક ફાઇલો ચકાસી અને તેઓ પણ પલાયન થઇ ગયા. આ ઘટના બાદ ગાંધીનગર ખાતે કોર્પોરેશનના બે અધિકારીઓ પ્રમોદ વસાવા અને પ્રકાશ સોલંકીના જવાબો લેવામાં આવ્યા હતા.અહેવાલ સરકારની એભેરાઈએ પડેલો છે.તે પૂનમચંદ પરમારે જાહેર કરી દેવો જોઈએ.

વડોદરા મહાનગર પાલિકાના તત્કાલિન કમિશ્નર વિનોદ રાવ સામે રૂ.2 હજાર કરોડના ભ્રષ્ટાચારના આરોપો ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કર્યા ત્યારે કમિશ્નર તેમના ઘરે મળવા દોડી ગયા હતા. યોગેશ પટેલ સાથે સમાધાન કરી લીધુ હતુ. પછી યોગેશ પટેલ રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા છે.

સત્તાધીશોએ આ મામલે ઉંઠા ભણાવ્યાં છે.

મ્યુનિસિપલ શાળામાં ભણેલા પૂનમચંદ પરમાર જો ખરા અર્થમાં ગાંધી વિચારધારામાં માનતા હોય તો તેઓએ સત્તાધીશો સામે એ ખાનગી અહેવાલ જાહેર કરી દેવો જોઈએ એવું વમપાના વિરોધ પક્ષના કોર્પોરેટરો કહી રહ્યાં છે.

કોંગ્રેસના વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું છે કે પૂનમચંદ પરમારે પ્રજાના હિતમાં તેમણે આપેલો અહેવાલ જાહેર કરીને જવાબદારો સામે પગલાં ભરવા માટે જાહેર અપીલ કરવી જોઈએ. કારણ કે આ પ્રોજેક્ટમાં ભાજપના અનેક નેતાઓ અને અધિકારીઓએ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch