Fri,26 April 2024,5:10 pm
Print
header

ગુજરાતમાં મુખ્યપ્રધાનની ખુરશી પર નવો ચહેરો આવી રહ્યાંનો મોટો દાવો ! જાણો કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ શું કહ્યું ?

મહેશ આર પટેલ, એડિટર 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની ભયાનક સ્થિતિના દિવસો તમે સૌ કોઇએ જોયા છે, અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે ક્યાંક કોરોનાના બેડના અભાવે, ક્યાંક ઓક્સીજનના અભાવે તો ગામડાઓમાં પુરતી મેડિકલ સુવિધાઓ ન હોવાને કારણે અનેક લોકોના મોત થયા છે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો હતો કે રાજ્યમાં કોરોનાથી હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ ગયા છે તેમ છંતા ભાજપની આ સરકાર સાચો મોતનો આંકડો દબાવીને જનતા સાથે દ્રોહ કરી રહી છે, ગુજરાતમાં કોરોનાથી થયેલી દુર્દશા વચ્ચે હવે કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો છે કે આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન કાર્યાલય પોતાની નિષ્ફળતા છુપાવવા ગુજરાતના નિષ્ફળ મુખ્યપ્રધાનને હટાવીને અન્ય કોઇને મુખ્યપ્રધાનની ખુરશી આપીને તેને ગુજરાતનો પુત્ર ગણાવીને વોટ માંગવા આવી જશે. પરંતુ જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે તે લોકોને ખબર છે કે ગુજરાતનો ગુનેગાર કોણ છે !

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે પ્રજામાં ભાજપ સરકાર સામે જોરદાર આક્રોશ છે, ભાજપ હાઇકમાન્ડને પણ ખબર પડી ગઇ છે કે જનતા આ વખતે તેમને ચમકારો આપશે, તેથી જ હવે વડાપ્રધાન કાર્યાલય ગુજરાતમાં અન્ય કોઇ ચહેરાને સીએમની ખુરશી પર બેસાડી શકે છે ! સોલંકીએ એવો પણ દાવો કર્યો છે કે ભાજપમાં આંતરિક ડખો છે જેને લઇને પણ ગુજરાતના રાજકારણમાં કોઇ મોટા ફેરફાર થવાના એંધાણ છે.

બીજી તરફ ભાજપના આંતરિક સૂત્રો પણ જણાવી રહ્યાં છે કે ગુજરાતના રાજકારણમાં કોઇ મોટા ફેરફારની ચર્ચાઓ તેજ થઇ રહી છે. હાલમાં સીએમ વિજય રૂપાણી વાવાઝોડાથી પ્રભાવિત લોકોને શક્ય એટલી મદદ કરવા સક્રિય છે અને આ બધાની વચ્ચે ભરતસિંહ સોલંકીના દાવાથી ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી રહ્યો છે. નોંધનિય છે કે અગાઉ પીએમ મોદીના નજીકના ગણાતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી વચ્ચે મતભેદો હોવાની ચર્ચાઓ પણ અનેક વખત થઇ ચુકી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch