Fri,26 April 2024,5:39 am
Print
header

શું ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે ? દિલ્હીમાં મોદીના નિવાસ સ્થાને બેઠકને લઈને કેજરીવાલે કર્યું ટ્વિટ- Gujarat Post

આવતા સપ્તાહે ગુજરાત વિધાનસભા થઈ શકે છે ભંગઃ કેજરીવાલનું ટ્વિટ

મોદીએ ગુજરાત ચૂંટણીની તૈયારીઓને લઈને સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ પાસેથી મેળવી જાણકારી

આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં લાભ લેતી રોકવા શું કરવું તેના પર કરાઈ ચર્ચાં

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નિર્ધારીય સમયે જ યોજાશે તેમ કહેવામાં આવે છે, પરંતુ દિલ્હીના સીએમ અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એવી આશંકા વ્યક્ત કરી છે કે ભાજપ આગામી સપ્તાહે વિધાનસભા ભંગ કરશે, અને ટૂંક સમયમાં જ ચૂંટણીઓની તારીખ જાહેર કરશે,જેથી આપને ચૂંટણીની તૈયારીઓનો સમય જ ન મળે.

દિલ્હીમાં શનિવારે સાંજે પ્રધાનમંત્રી મોદીના નિવાસ સ્થાને, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિતના નેતાઓ વચ્ચે બે કલાક બેઠક ચાલી હતી, બેઠકમાં ચૂંટણીની  તૈયારીઓને લઈને ચર્ચાઓ થઈ હતી. મોદી અને અમિત શાહે ગુજરાતમાં ચૂંટણીલક્ષી શું શું કાર્યક્રમ થઈ રહ્યાં છે, આગામી કાર્યક્રમ શું છે, ભાજપનું સંગઠન કેટલું સજ્જ છે, તેની માહિતી પાટીલ પાસેથી મેળવી હતી. આમ આદમી પાર્ટી ચૂંટણીમાં લાભ ન મેળવી જાય તે માટે શું કરવું તેની પણ ચર્ચા થઈ હોવાનો દાવો છે. વડાપ્રધાન નિવાસ સ્થાને મળેલી બેઠકને લઈને ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે, આવતા સપ્તાહે વિધાનસભા ભંગ કરાશે તેવી અટકળો થઈ રહી છે.

દિલ્હીમાં ગુજરાતના નેતાઓની પીએમ મોદી સાથે મુલાકાતને લઈ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે, શું  ભાજપ આગામી સપ્તાહમાં ગુજરાત વિધાનસભા ભંગ કરશે વિધાનસભા ચૂંટણીનું એલાન કરશે. શું આમ આદમી પાર્ટીનો આટલો ડર.. આજે કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. 

છેલ્લા થોડા દિવસોથી પ્રધાનમંત્રી ગુજરાતના કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળ્યાં છે. ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ સંપન્ન કર્યા બાદ તેમણે બે કાર્યક્રમોમાં વર્ચ્યૂલી હાજરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. જે.પી. નડ્ડા બે દિવસ પહેલા ગુજરાત પ્રવાસે આવ્યાં હતા. જેના પરથી સ્પષ્ટ છે કે ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch