Fact-Checkઃ નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આ માટે 25 મેના રોજ મતદાન થશે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મલ્લિકાર્જુન ખડગે પોતાની કોંગ્રેસને ખતમ કરવાની વાત કરી રહ્યાં છે. અને આ વાતનો જાહેરમાં સ્વીકાર પણ કર્યો છે.
પરંતુ અમારા ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું જણાયું છે. ફેક્ટ ચેક ટીમના જણાવ્યાં અનુસાર, વાયરલ વીડિયો ક્લિપને એડિટ કરીને બદલવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગેની આ એડિટ ક્લિપ અમદાવાદની રેલીની છે. આ રેલીના મૂળ વીડિયોમાં ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે કેટલાક લોકોને લાગે છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અને તે ક્યાંય જોવા નહીં મળે. તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટીનો પાયો ખૂબ જ મજબૂત છે અને કોંગ્રેસને ખતમ કરવાની હિંમત કોઈ કરી શકે નહીં.
સોશિયલ મીડિયા યુઝર્સે ક્લિપ શેર કરીને લખ્યું, મલ્લિકાર્જુન ખડગેને એવું કહેતા સાંભળી શકાય છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસ મરી ગઈ છે અને હવે તમને કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં. ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે આ વીડિયો એક એડિટેડ ક્લિપ છે, જે તેના સંદર્ભની બહાર શેર કરવામાં આવી રહી છે અને તેના સંદર્ભને મૂળ ક્લિપ સાંભળ્યા વિના સમજી શકાશે નહીં. એટલે તમે પણ આવા ફેક ન્યૂઝને શેર કરતા નહીં.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ - Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49
કોંગ્રેસ નેતા પૂંજા વંશની પોલીસને ખુલ્લી ચીમકી, ખાખી ઉતારીને ભાજપમાંથી ચૂંટણી લડવા આવી જાજો | 2025-02-13 12:34:51
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
Fact Check: 7 મહિનાની ગર્ભવતી હોવા છતાં ભારતીય ફેન્સરે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હોવાની વાતની આ છે સચ્ચાઇ | 2025-01-29 15:18:00
Fact Check: ઉત્તરાખંડમાં MLA ની ઓફિસ પર હુમલા બાદ પ્રણવ સિંહે ઉજવણી કરી હોવાનો વીડિયો ખોટો છે | 2025-01-29 14:39:16
Fact Check: પુષ્પક વિમાન દ્વારા મહાકુંભમાં પહોંચવાનો દાવો કરતો આ વીડિયો થાઈલેન્ડનો છે | 2025-01-27 14:36:50
Fact Check: આ સાંપ્રદાયિક દાવો ખોટો છે, નોકરાણીનો જ્યુસમાં પેશાબ ભેળવતો વીડિયો થયો છે વાયરલ | 2025-01-27 14:18:38