Wed,08 May 2024,1:26 am
Print
header

AAP છોડનારા ભૂપત ભાયાણી ભાજપમાં ભળી ગયા, કેસરિયો ધારણ કરતાં જ કહી આ વાત- Gujarat Post

જૂનાગઢ: આમ આદમી પાર્ટીને અલવિદા કરનારા ભૂપત ભાયાણી ભાજપમાં સામેલ થઇ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ તેમની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું, ધારાસભ્યનું પદ છોડી દીધું તેની ખુશી છે. પરબના બાપુની ઈચ્છા હતી કે ભૂપત ભાયાણીને બીજેપીમાં લઇ આવો,હવે આવી ગયા. કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા બધા ડરતા હતા, અમિત શાહ અને મોદીની આ જોડી છે જે કોઈથી ડરતી નથી. અયોધ્યામાં શ્રીરામ મંદિર બનાવી દીધું, આખો દેશ રામમય બન્યો. આ બધું મોદીના કારણે શક્ય બન્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે, લોકો માટે કામ કરવું હોય તો બીજેપીમાં જોડાવવું પડે. મોદી સાહેબના લીધે 156 સીટ મળી છે. મોદી સાહેબ  કાર્યકર્તાઓને સતત પ્રોત્સાહિત કરે છે. જેથી જીત મળે છે. અપમાન થયું હોય તેવી ફરિયાદ નથી મળી. ખેડૂતો માટેની કોઈ યોજના ન હતી, મોદી સરકારે અનેક યોજનાઓ બનાવી છે.

વિસાવદરના AAPનાં ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યાં બાદ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતુ. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તાઓ અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch