Fri,26 April 2024,4:02 pm
Print
header

શપથ સમારોહ પહેલા ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે કરી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. શપથ સમારોહ પહેલા તેમણે નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી.

ભૂપેન્દ્ર પટેલ સવારે નીતિન પટેલને તેમના ઘરે મળવા ગયા હતા. નીતિન પટેલે તેમને ઉમળકાભેર આવકાર્યા હતા અને તે બાદ બંનેએ ગોષ્ઠી કરી હતી. બંને વચ્ચે શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી. નોંધનિય છે કે બીજી વખત પણ નીતિન પટેલને સીએમ બનતા બનાતા રહી ગયા છે જેથી તેઓ નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch