મહિલા સિંગરને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી
બિભત્સ વીડિયો મોકલી આ વીડિયો તેનું હોવાનું જણાવી બ્લેકમેલની કોશિશ કરી
જામખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા કલ્યાણપુરના ત્રણ લવર મૂંછીયાઓ દ્વારા એક મહિલા ગાયક કલાકારને બિભત્સ વીડિયો મોકલીને ખંડણી માગતા જિલ્લા સાયબર સેલ પોલીસે આ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. આ સમગ્ર પ્રકરણની માહિતી મુજબ એક જાણીતા મહિલા ગાયક કલાકારને કોઈ અજાણ્યા મોબાઈલ નંબરધારક શખ્સો દ્વારા બિભત્સ વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો તેમનો હોવાનું જણાવી રૂપિયા 35 હજારની ખંડણી માંગી હતી. આ રીતે માનસિક રીતે હેરાન પરેશાન કરી બિભત્સ ગાળો કાઢી, સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા હતા. જેને લઈને મહિલા ગાયક કલાકાર દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે બાદ સાયબર ક્રાઈમે ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામે રહેતા વિશાલ રામભાઈ દેથરીયા (ઉ.વ. 19) નામના વિદ્યાર્થી યુવાન તેમજ સામોર ગામના દિવ્યેશ રામભાઈ કરંગીયા (ઉ.વ. 19) તથા કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા હેમંત રણમલ કરંગીયા (ઉ.વ. 19) નામના ત્રણ શખ્સોને તાકીદે ઝડપી લીધા હતા.
12 ધોરણ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા હેમંત કરંગીયા ખેતી કામ કરે છે. જ્યારે વિશાલ દેથરીયા હાલ અમદાવાદ ખાતે બી.સી.એ.માં છે, તેમજ દિવ્યેશ કરંગીયા પણ ખેત વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઉપરોક્ત આરોપી વિશાલએ હેમંતને બિભત્સ વીડિયો મોકલ્યો હતો અને હેમંત કરંગીયાએ તે વર્ચ્યુઅલ નંબર દ્વારા મહિલા કલાકારને વોટ્સએપ મારફતે મોકલ્યો હતો. આ વીડિયો તેમનો હોવાનું જણાવીને તેની પાસેથી રૂપિયા 35,000ની ખંડણીની માંગણી કરી હતી.
આ પૈસા તેના મિત્રના ગુગલ પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. જો તેઓ પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હતી, સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હોવાની કબુલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી હતી. પોલીસને આરોપીઓના મોબાઈલમાંથી બિભત્સ વીડિયો પણ મળી આવ્યો હતો.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, ગૃહમંત્રી શાહ અંતિમ દર્શન કરવા જશે | 2025-06-16 08:30:05
રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રાની તૈયારીઓ, આ રૂટ રહેશે બંધ - Gujarat Post | 2025-06-15 11:51:28
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
હું થાકી ગયો છું હવે કોઇ રસ્તો નથી....મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની,પુત્રએ કેનાલમાં ઝંપલાવ્યું | 2025-06-08 17:47:51
પેટા ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી - Gujarat Post | 2025-06-04 20:04:25