Sun,05 May 2024,11:30 pm
Print
header

ઘોર કળિયુગ, કૌટુંબિક ભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ આચર્યુ, પિતા-ભાઈને પતાવી દેવાની આપી ધમકી- Gujarat Post

(file photo)

ગોંડલઃ રાજકોટના ગોંડલમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ- 10ની વિદ્યાર્થીની સાથે તેના જ કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચરતા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ તરૂણીના નાના ભાઈ અને પિતાને પતાવી દેવાની ધમકી આપી ચાર વખત કુકર્મ આચર્યું હતું. બનાવ અંગે સગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં દર્શીલ નામના 22 વર્ષના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

સગીરાના પિતાના જણાવ્યાં મુજબ, તેમને સંતાનમાં 15 વર્ષની દીકરી છે, જે ધોરણ 10માં અભ્યાસ કરે છે અને 11 વર્ષનો એક નાનો દીકરો છે. ફરિયાદી ઘરમાં પોતે તેમના પત્ની, માતા, પિતા અને બે સંતાનો સાથે રહે છે. તેમની દીકરી અગાઉ ગોંડલ પંથકની એક હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. ત્યારબાદ ઘરે રહી  સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરે છે.  

એક વર્ષ પહેલા સગીરા વેકેશનમાં હોસ્ટેલથી ઘરે આવેલી અને ઘરના તમામ સભ્યો બહાર ગયા હતા ત્યારે આરોપીએ સગીરાને બળજબરીથી ફોસલાવી પોતાના ઘરે લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત કોઈને કહીશ તો તારા નાના ભાઈ અને પિતાને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. આ પછી જ્યારે પણ સગીરા ઘરે આવતી ત્યારે આરોપી દબાણ કરી તેને પોતાના ઘરે બોલાવી ન કરવાનું કરતો હતો. સગીરાના જણાવ્યાં મુજબ કૌટુંબિક ભાઈએ ચાર વખતે દુષ્કર્મ ગુજાર્યુ હતું. છેલ્લે હોસ્ટેલ છોડવા આરોપી દબાણ કરતો જેથી સગીરાને નાછૂટકે ડરીને હોસ્ટેલ છોડવી પડી હતી. અને પરિવાર સાથે રહેવા આવી હતી. બાદમાં પરિવારને સમગ્ર હકીકત જાણતા સૌ ચોંકી ગયા હતા. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch