Fri,26 April 2024,4:43 pm
Print
header

ગુજરાતના વિકાસ માટે દરેક રાજકીય પાર્ટીઓએ તમામ સમાજને સાથે લઈને ચાલવું જોઈએ: હાર્દિક પટેલ

અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ  હાર્દિક પટેલે કહ્યું છે કે દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ.' એક સમયે 'માત્ર પાટીદાર સિવાય કોઈ નહીં' આવી વાતો કરનાર હાર્દિક પટેલના સૂર એકાએક બદલાઈ ગયા છે. ભાજપના મનસુખ માંડવિયાના એક નિવેદનથી હાર્દિકે પોતાનાં વલણ અને વાણીમાં સીધો યુ-ટર્ન મારી લીધો છે.

રાજકોટની મુલાકાતે આવેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પાટીદાર સમાજને લઈને બદલાયેલા સૂર જોવા મળી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 'પાટીદાર એટલે ભાજપ'ના આપેલા નિવેદનને લઈને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે 'ગુજરાતના વિકાસ માટે દરેક રાજકીય પાર્ટીએ તમામ સમાજને સાથે લઈને ચાલવું જોઈએ. દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ -આ તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ. હાર્દિક પટેલના આ નિવેદનથી પાટીદાર સમાજને લઈને તેના બદલાયેલા સૂર જોવા મળ્યાં છે.

હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા છે અને હવે આગામી દિવસોમાં વર્ષ 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે સર્વ સમાજને સાથે રાખવાનું નિવેદન ખૂબ જ સૂચક, રાજકીય હોય તેવું લાગી રહ્યું છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિની હાર્દિક પટેલ પટેલ અને તેના સાથીઓએ  રચના કર્યાં બાદ ભાજપ સરકાર સામે મોટી લડત આપી હતી, હાર્દિક પટેલની છાપ પાટીદાર નેતા તરીકે ઊપસી હતી, જેથી તે માત્ર એક સમાજ પૂરતા મર્યાદિત રહ્યો હતો, હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે ત્યારે માત્ર પાટીદાર સમાજ પૂરતો સીમિત ન રહેવાનું નક્કિ કર્યું છે. નોંધનિય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓથી પણ નારાજ હોવાનું અનેક વખત સામે આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch