Fri,26 April 2024,8:43 pm
Print
header

અમૃતકાળનું આત્મનિર્ભરતા તરફ દોરી જતું બજેટ હશેઃ ભૂપેન્દ્ર પટેલ- Gujarat Post

આજે રજૂ થશે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ

ગત વર્ષ કરતાં આ વર્ષે બજેટનું કદ વધારે હોવાની શક્યતા

ગાંધીનગરઃ આજે 15મી વિધાનભાનું પ્રથમ બજેટ વિધાન સભાગૃહમાં રજૂ થશે, નાણામંત્રી વિધાનસભામાં બીજીવાર બજેર રજૂ કરશે. નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ગયા છે. બજેટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આજનું બજેટ અમૃતકાળનું બજેટ હશે. આત્મનિર્ભરતા તરફ દોરી જતું બજેટ હશે. લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ હશે.

જ્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું, 156 સીટો સાથે સરકાર બની છે, ચૂંટણીમાં મોટા વચનો આપ્યાં હતા, તેથી લોકોને બજેટમાં ટેક્સમાં રાહત મળે, યુવાનોને રોજગારી મળે, ખેડૂતોના દેવા માફ થાય તેવી આશા છે. કોંગ્રેસના પ્રવક્તા ગેનીબેન ઠાકોરે કહ્યું, ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે, મોંઘવારી વધારો થયો છે, વિદ્યાર્થીઓ અને મહિલાઓની જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થઈ છે. 156 સીટ જીતાડવામાં મહિલાઓનો પણ સિંહફાળો છે તેથી તેમને રાહત મળે તેવી આશા છે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.27 કરોડનું હતું. આ વર્ષે બજેટમાં વધારો થવાની શક્યતાઓ છે. આ વર્ષનું બજેટ 2 લાખ અને 50 હજાર કરોડ કરતા પણ વધારે રહેવાની શક્યતા છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આજનું બજેટ જનતાના હિતમાં હશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch