Fri,26 April 2024,6:56 pm
Print
header

આજે બજેટનો દિવસ, 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ થયું રજૂ- Gujarat Post

ગાંધીનગરઃ નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યાં છે. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે અને હજુ વિકાસ આગળ વધશે.

બજેટ હાઈલાઈટ્સ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. 15182 કરોડની જોગવાઈ કરવામાં આવી

શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી 

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ

સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા કુટુંબ ઓળખપત્ર અપાશે

સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓને વધુ સઘન બનાવવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા બે લાખ કરોડના ખર્ચનું આયોજન

મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત

રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના માટે રૂ. 58 કરોડની જોગવાઈ

મનો દિવ્યાંગ વ્યક્તિઓની આર્થિક સહાય આપવાની યોજના હેઠળ રૂ. 60 કરોડની જોગવાઈ

દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા રૂ. 52 કરોડની જોગવાઈ

પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા રૂ. 73 કરોડની જોગવાઈ

સંકટ મોચન યોજના હેઠળ કુટુંબામા મોભીના અવસાનથી કુટુંબને સહાય માટે રૂ. 20 કરોડની જોગવાઈ

અનુસૂચિત જાતિ માટે ડો. સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય માટે રૂ. 20 કરોડની જોગવાઈ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch