Sat,20 April 2024,6:06 pm
Print
header

ભાજપના ધારાસભ્ય શું ધંધા કરે છે ? પહેલા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી હવે સગીરા સાથે છેડતી કરાઇ હોવાની ફરિયાદ થઇ

(તસવીર સૌજન્યઃ ફેસબુક)

ગાંધીનગરઃ પ્રાંતિજથી ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલીઓ વધશે. ગજેન્દ્રસિહ સહિત બે લોકો સામે સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ નવેમ્બર 2020માં આ બધા જેસલમેર ફરવા જતા હતા. ત્યારે મહિલાની તબિયત ખરાબ થતા તે કારમાંથી બહાર નીકળી હતી, તે સમયે જ  ગજેન્દ્રસિંહ પરમારે મહિલાની સગીર પુત્રીની છેડતી કરી હતી. મહિલા સ્વસ્થ થઇને કારમાં બેસતાં જ તેની પુત્રી રડવા લાગી હતી, માતાએ રડવાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે, હું કારમાં બેઠેલા લોક સાથે ક્યાંય જવા માંગતી નથી.

આ ઘટના બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જેને લઈને મે 2022માં ગજેન્દ્રસિંહ વિરુદ્ધ આબુ રોડ તળેટી વિસ્તારમાં મહિલાએ તેની પુત્રીની છેડતીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં સિરોડી કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ આબુ રોડ તળેટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, મહેશ અમીચંદભાઈ પટેલ સહિત અન્ય બે શખ્સો વિરુદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવામાં આવી હતી.

આ ઘટના અંગે મહિલાએ અમદાવાદમાં પણ ફરિયાદ કરી હતી પરંતુ ગજેન્દ્રસિંહે બનાવ દબાવી રાખતાં કંઇ થયું ન હતું. મહેશ પટેલ મહિલાને ધમકાવી હતી કે આબુ રોડની ઘટના અંગે તું કે તારી દીકરી કોઈ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું. તમે અમારું કંઈ બગાડી નહીં શકો ગજેન્દ્રસિંહ સામે ભાજપની મહિલા કાર્યકર્તાએ પણ લગ્નની લાલચ આપીને તેનું શારિરીક શોષણ કર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી.આમ ભાજપ નેતાના આવા કર્મોથી હવે પાર્ટીની છબી પણ ખરડાઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch