Tue,07 May 2024,6:20 am
Print
header

ગુજરાત વિધાનસભા બની પેપર લેસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્યું લોકાર્પણ- Gujarat Post

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત યાત્રા અંતર્ગત મંગળવારે મોડી સાંજે રાજભવન પધાર્યાં છે. આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે ગાંધીનગરમાં ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું છે. વિધાનસભાનું ચોમાસુ સત્ર પેપરલેસ રહેશે.વન નેશન વન એપ્લિકેશન હેઠળ NeVA પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ડિજિટલ અને પેપરલેસ થઇ છે.

નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન એટલે NeVA થી ગુજરાતની વિધાનસભા પેપરલેસ થશે.વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી બાબતોને એપ્લિકેશનમાં આવરી લેવાઇ છે. ધારાસભ્યો તેમાંથી જ તમામ માહિતી મેળવી શકશે. ગૃહમાં આવેલા પ્રસ્તાર પર પોતાનો મત અને હાજરી પણ એપ્લિકેશનથી પૂરી શકશે. ભવિષ્યમાં એપ્લિકેશનનો વ્યાપ વધારાશે. લોકોને જોડીને પ્રજાલક્ષી કાર્યો અને પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા પ્રયાસ થશે.

વિધાનસભા સત્રમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. તા. 13 થી 16 સપ્ટેમ્બર સુધી ચોમાસુ સત્ર ચાલશે. 9 વિધેયક, 2 સરકારી સંકલ્પ રજૂ કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહીલ, સાંસદ નરહરી અમીન સહિતના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch