Thu,02 May 2024,2:49 am
Print
header

હિજાબને લઈને તાલિબાનોનું નવું ફરમાન, G-7 દેશોએ વ્યક્ત કર્યો વિરોધ- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએફપી)

હિજાબને લઈને તાલિબાનનું નવું ફરમાન 

અફઘાનિસ્તાનમાં મહિલાઓએ હવે જાહેર સ્થળોએ હિજાબ પહેરવો પડશે.

જો મહિલા ઘરની બહાર હોય ત્યારે ચહેરો ન ઢાંકે તો તેના પિતા અથવા નજીકના પુરૂષ સંબંધીને જેલમાં ધકેલી દેવામાં આવશે.

પરિવારની મહિલા હિજાબ નહીં પહેરે તો પુરૂષ સંબંધીને સરકારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.

કાબૂલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મહિલાઓ અને યુવતીઓ માટે હિજાબને લઈને નવો હુકમ બહાર પાડ્યો છે. તેનો મહિલાઓની સ્વતંત્રતાની વિરુદ્ધ ગણાવીને G-7 દેશોએ જોરદાર વિરોધ કર્યો છે. ગુરુવારે કેનેડામાં G-7 દેશોના વિદેશ પ્રધાનોએ સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે તાલિબાનનો આ આદેશ મહિલાઓની સ્વતંત્રતા અને સમાનતાના અધિકારોને છીનવી લે છે. અફઘાન મહિલાઓ માટે હિજાબ પર પ્રતિબંધ ફરજિયાત બનાવવાનો તાલિબાનનો આદેશ તેમજ તેના ઉલ્લંઘન માટે તેના પરિવારજનોને સજા આપવાની વાત નિંદનીય છે.

નિવેદન સામે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.આ  દેશોના વિદેશ મંત્રીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે અફઘાનમાં તાલિબાન દ્વારા મહિલાઓ અને યુવતીઓ પર વધી રહેલા પ્રતિબંધોનો અમે સખત વિરોધ કરીએ છીએ.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના નવા ફરમાન સામે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાબૂલમાં પ્રદર્શન દરમિયાન મહિલાઓએ હિજાબ પહેર્યો ન હતો,તેમના ચહેરા ખુલ્લા હતા. મહિલાઓ ‘ન્યાય, ન્યાય’ના નારા લગાવી રહી હતી. દરમિયાન શમા અલીમીયાર નામની મહિલાએ કહ્યું કે અમે પણ માણસ છીએ અને તે જ રીતે જીવવા માંગીએ છીએ. અમે નથી ઈચ્છતા કે કોઈ અમને પ્રાણીઓની જેમ ઘરમાં કેદ રાખે. આખરે જાહેર સ્થળોએ અમારા ચહેરા અને શરીરને ઢાંકવાની ફરજ કેમ પાડવામાં આવે છે ??  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch