Fri,26 April 2024,11:53 pm
Print
header

સૌરાષ્ટ્રમાં મ્યૂચ્યુઅલ ફંડના નામે લાખો રુપિયાની છેતરપિંડી-Gujarat post

જિલ્લા પોલીસવડાને અરજી, આ કૌભાંડ આચરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ

જામનગર-ખંભાળિયા અને રાજકોટમાં અનેક લોકો પાસેથી બચતના નામે નાણાં ઉઘરાવવામાં આવ્યાં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મ્યૂચ્યુઅલ ફંડના નામે ઓફિસ ખોલીને મધ્યમ વર્ગના લોકો પાસેથી લાખો રુપિયા પડાવી લેવામાં આવ્યાં છે. સંચાલકો લાખો રુપિયા ઉઘરાવીને ફરાર થતાં ભોગ બનનારાઓએ જિલ્લા પોલીસ વડાને અરજી આપી છે.  આ કૌભાંડ આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે,જામનગર શહેરમાં સર્વસિધ્ધી મ્યૂચ્યુઅલ ફંડના નામે ઓફિસ ખોલી હતી, આ ઓફિસમાં મધ્યમ વર્ગના લોકોએ પેટે પાટા બાંધીને આ મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હતું. જામનગર-ખંભાળિયા અને રાજકોટમાં આ પેઢી દ્વારા અનેક લોકો પાસેથી બચતના નામે નાણાં ઉઘરાવવામાં આવ્યાં હતાં.

ઉંચા વળતરના નામે બે વર્ષથી સર્વસિધ્ધી મ્યૂચ્યઅલ ફંડમાં જે લોકોએ નાણાં રોકયા હતાં તેને મેચ્યોરીટીની રકમ ચૂકવવામાં ન આવતા આ ભાંડો ફૂટ્યો છે. રોકાણકારો દ્વારા ઓફિસનો સંપર્ક કરવામાં આવતા ઓફિસે તાળા દેખાયા હતા. રોકાણકારોએ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પત્ર પાઠવીને ફરાર સંચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સૌરાષ્ટ્રભરમાંથી આ ઠગ ટોળકીએ લાખો રૂપિયાની રકમની છેતરપિંડી આચરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch